૨૧. પાટવાડી નાકું

ભુજ શહેરનાં પાંચ નાકાઓમાંનું એક નાકું એટલે "પાટવાડી નાકું". આ નાકુ મહારાવશ્રી દેશળજી પહેલાના સમયમાં (ઇ.સ.૧૯૧૭-૧૯૫૨) બાંધવામાં આવ્યું હતું.  ભુજ શહેરની ફરતે આલમપન્નાહ ગઢ બાંધવામાં આવ્યો હતો એ ગઢ બાંધવાની શરૂઆત પાટવાડી નાકા થી કરવામાં આવી હોય તેવું લાગે છે. આ નાકાની ધાર્મિક મહત્તા ખુબ જ છે . ઉત્તરાદી મુખ આવેલ આ નાકું રાજકીય, ધાર્મિક અને સાંસ્ક્રુતિક મહત્વ ધરાવે છે. આ નાકાની બહાર ફૂલવાડિયો આવેલી છે. સહજાનંદ સ્વામિ ભુજ આવતા ત્યારે આ વિસ્તારની ફુલવાડીમાં ધર્મસભાઓ યોજતા, જે જગ્યા આજે નારાયણ બાગ તરીકે જાણીતી છે. આ નાકાની બહાર ફુલવાડીઓ આવેલી છે જેથી ધાર્મિક તેમજ રાજ્યના મહત્વના પ્રસંગે ફુલોની જરુરત પ્રમાણે આ નાકાને યાદ કરવું પડતું.

શહેરની સર્વ પ્રથમ પ્રાથમિક શાળા પણ આ નાકાની બાજુમાં શરુ કરવામાં આવેલી. ૨૦૦૧ના ભૂકંપમાં આ નાકું ખુબ જ અસર પામ્યું હતું. રાજાશાહી અને ઐતિહાસિક વારસાને જળવવાના ઉમદા હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આ નાકાનો ફરી જીર્ણોદ્ધાર કરાવામાં આવેલ છે .

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!