નાનીબા પાઠશાળા-ગુજરાત પોલ્યુશન બોર્ડ

ફતેહ મોહમ્મદનો ખોરડોની બાજુમાં આવેલ પાઠશાળાનું આ મકાન બીજી સદીના અંતમાં ખેગારજી ત્રીજાના સમયમા ૧૭મી સદીમાં બંધાયેલું છે . તેમના માતાજીના નામ પરથી તેનું નામ "નાનીબા પાઠશાળા" રાખવામાં આવ્યું.ઇ.સ્. ૧૭૪૯માં જાતે કવિ એવા મહારાવ લખપતજીએ આ પાઠશાળાની સ્થાપના કરી હતી. પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાંથી અભ્યાસુઓ અહિ અભ્યાસ અર્થે આવતા. આધૂનિક ગુજરાતીના આધ્ય્ કવિ શ્રી દલપતરામ આ પાઠશાળાના વિધ્યાર્થી હતા.  આ ઇમારત બાંધનાર ઇજનેરના માનસ પર એ સમયની છાપ રહી હોય તેવું આ ઇમારતના બાંધકામ પરથી જોઇ શકાય છે .

અહીથી કચ્છી પંચાંગ બહાર પાડવામાં આવતું. આ ઇમારતમાં બેન્ક ઓફ ઇન્ડિયાની શરુઆત થઇ. આઝાદી બાદ આ કલાત્મક મકાન ખેતીવાડી ખાતાને સોપવામાં આવ્યું હતું.  હાલમાં આ મકાનમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી કાર્યરત છે . એક માહિતિ મુજબ ઇ.સ. ૧૯૨૫માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે કચ્છ આવ્યા ત્યારે  આ મકાનમાં તેમનો ઉતારો રાખવામાં આવ્યો હતો . તે વખતે ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, મહાદેવભાઇ દેસાઇ વગેરે પણ અહિ રોકાયા હતા. આ મકાન રાષ્ટ્રિય સ્મારક સમાન છે .

આ ઐતિહાસિક સ્થળ અંગે અભ્યાસુઓમાં અલગ અલગ મત પ્રવર્તમાન છે .

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!