સોનીવાડી ધર્મશાળા

ભુજના નવા સ્વામીનારયણ મંદિર પાસે અને સીટી પોલિસ સ્ટેશનની પાસે આ સોનીવાડી ધર્મશાળા આવેલી છે. આ ધર્મશાળા ઘણી જુની છે. આ ધર્મશાળા સંવત ૧૯૫૪ અને તા. ૨૪ માર્ચ ૧૬૧૬માં બનાવામાં આવી હતી. આ બોર્ડ પર લખાયેલ છે.

img_2273.jpgimg_2269.jpg


આ વાડીના ઇતિહાસ ઘણો ઉજજવળ છે. ૧૯૨૫માં માંડવીથી ગાડામાં ગાંધીજી તેમના અનુયાયીઓ સાથે આ ધર્મશાળામાં આવ્યા હતાં અને રોકાય હતા. જયારે ગાંધીજી માંડવીથી નિકળયા ત્યારે તેમને ૩ રાત રસ્તામાં વિતાવી પડી હતી જયારે ૧ રાત તેઓ ધર્મશાળામાં રોકાયા હતા. એ સમય ગાંધીજી ખાસ કરીને અત્યોંદય ચળવળ હેઠળ અસ્પૃશયતા નિવારણ કાર્યક્રમ હેઠળ ભુજ આવ્યા હતા.

રાજાશાહીના સમયમાં એક વ્યવસ્થાના ભાગરૂપે સુર્યાસ્ત પછી કોટ વિસ્તારના ૫ નાકાઓ બંધ કરી નાખવામાં આવતા. જેથી સુર્યાસ્ત પછી કોઇ બહારથી આવતા તેઓ આ ધર્મશાળામાં રોકાતા હતો.

હાલ આ ધર્મશાળાના બધા આર્ચીવ (નાકા) બંધ કરી નાખવામાં આવ્યા છે. ઘણા લોકો હાલ ત્યાં મકાન બનાવીને રહે છે. હાલ ત્યાં એક શિવ મંદિર છે સાચવી રાખવામાં આવ્યું છે. અને મુખ્ય ગેટ ઉપર રીનોવેશન કામની પ્રક્રિયા ચાલી રહી છે. મંગલ ઘડીયાળી આ ધર્મશાળાના ટ્રસ્ટી છે અને તેની જાળવણી કરી રહ્યા છે.

img_2263.jpg

 

img_2284.jpg

 

This documentation has been done with the support of : Mr. Raysinhbhai Rathod and Mr. Vinubhai Gajjar

If you would like to add reliable and interesting information regarding this topic. Please contact us.

 

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!