આવઈ અષાઢીબીજ !

આવઈ  અષાઢીબીજ  !

મારું  ભુજ  બોલે  છે,  આવઈ   અષાઢીબીજ  !
સૌના  હૈયાં  ડોલે  છે, આવઈ  અષાઢીબીજ !

કારાયલ  કેકારવ  કરે   કોટે   માઢ  રાગમાં,
ઘૂંઘટપટ   ખોલે   છે, આવઈ  અષાઢીબીજ !

હમીરસર  પ્રતીક્ષા  કરે, ધરતીના  લાડાની,
ભડલીવાક્ય  તોલે છે, આવઈ અષાઢીબીજ !

લાપસીનાં રાંધણ મૂકાયાં ,નવોઢાના  હાથે,
સજણ  યાદ  ઠોલે  છે,આવઈ  અષાઢીબીજ !

દરિયો ને  રણ  ગોઠડી  કરે  મોરચંગ  સાથે,
'કાન્ત' મેઘ  ફોલે   છે, આવઈ અષાઢીબીજ !
                            ***
-'કાન્ત'

Author
Kant's picture