"નિરાળી નાગરી નાત”ની વિશેષતાઓ

''સહજ સૌન્દર્ય થી છલકાતી ,
લટકાળી, નમણી, રમણી...
જો સુંદર નામ ધારી અને મૃદુ-મિષ્ટ ભાષી પણ હોય તો? તો..કોઇપણ વ્યક્તિ પૂરા આત્મવિશ્વાસ થી બોલી ઉઠશે... '' તેણી નાગરાણી જ છે''!
''નમણી નાર ને નાકે મોતી'' તેની આગવી ઓળખ..!
ભારત ના નાગરો ની ભાષા શિષ્ટ-સર્વમાન્ય સ્વીકૃત થઇ છે, નાગરો પાઠ્ય પુસ્તકની ભાષા બોલે છે.''નાગરી કે દેવ નાગરી'' લિપિ રચનાર નાગરો નું પ્રદાન અમરત્વ પામ્યું છે. નાગરો માં 100% સાક્ષરતા વર્ષોથી છે.100 વર્ષ ના માજી પણ સહી જ કરશે,.. અંગૂઠો નહિ !.... !!

નામ પાડવા માં નાગરો પંકાય! મારા દાદીબા નું નામ હતું ''આદિત્ય ગૌરી''! અન્ય ગ્નાતિ ના લોકો પોતાના સંતાનો ના નામ પાડવા નાગરો ની સલાહ લે છે. "હોંશ” (મારી પૌત્રી નુ નામ જ ''હોંશ'' છે !) ''હોંશ્'' નાગરો નો પર્યાય છે. પ્રસંગ ભલે નાનો હોય, એની ઉજવણી માં 'હોંશ ' ભળી જાય એટલે ઉપડી આવે..

ચાતુર્ય અને મર્મ્ ભેદી બોલી માટે પ્રખ્યાત નાગરો. નિખાલસ્, રમુજી અને મળતાવડા હોય છે. 'કલમ કડછી ને બરછી' એમના પ્રતીકો છે. નાગરો ની નિરાળી ખાસિયતો ની વાત પણ નિરાળી છે!

પાંચ ''પ'' નાગરો ની વધુ એક ઓળખાણ !‌પૂજાપો, પાટિયું (હીંચકો), પાન, પીતાંબરી, પાનેતર!

મુત્સદીગીરી નાગરો ને મળેલ કુદરતી બક્ષીસ છે. રાજાશાહી માં આ ગુણને લીધે જ નાગરો ને ઉચ્ચ હોદ્દા મળતા. નાગરો સુધારાવાદી, કાર્ય દ્ક્ષ અયાચક, કરકસરિયા, ચિંતનશીલ હોય છે. નાતમાં કુરિવાજોનો અભાવ, કંકુ અને કન્યા ની ઉદાત્ત ભાવના, પુત્ર-પુત્રી નો સમભાવે ઉછેર, સાસુ-વહુ ના સમ્બન્ધ માં-દીકરી જેવા, સ્ત્રી દાક્ષિણ્ય, નાના બાળકો ને પણ માન (બેનામ) થી બોલાવે..

નાગર ચકલો કે નાગર વાડો નાગરો નું મધ્ય વર્તી કેન્દ્ર. અહી એક પણ વિષય ની ચર્ચા બાકાત રહી જ ન શકે. કચ્છ ના નાગરો ના ઘર પર હાથી અને સિંહ દોરે છે એ ધૈર્ય અને જિગર ના પ્રતીકો છે.
નાગરો ની કેટલીક અટકો વિચિત્ર ખરી નાત ની બેઠક ના સમાચાર કૈક આવા હોય...
''સર્વ શ્રીહાથીના પ્રમુખપદે અને ઘોડા ના અતિથિ વિશેષ પદે યોજાએલ સ્નેહ મિલન માં માંકડ, મંકોડી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. બૂચે પૂર્ણાહૂતિ કરી હતી.” નાગરો ની રસિકતા તો જુઓ...!!

નાગરાણીઓ નાગરવેલના પાન જેવી હોય એ હિંચકે બેસી બેઠી બેઠી પતિને પાન આપતા ગાતી હોય..
''કપૂરી પાન ચુના નું, સમારી સાફ તેં કીધું,
કળીના કેશરી ચુના, થકી તેં ચોપડી દીધું,
સુગંધી નો મૂકી કાથો, લવીન્ગે તેં દીધું ભીડી ,
પતિ પ્યારા સ્વીકારો ને, પ્રિયાનું પાન નું બીડું..!!

!! જય હાટકેશ !!

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!