નાગર સમાજ

નાગર સમાજ ગુજરાતમાં આવેલા વિશાળ સમાજોમાં થી એક સમાજ ગણાય છે. ગુજરાત રાજ્ય નાગરોનું મુખ્ય સ્થાન છે પણ કેટલાક નાગર પરિવારો ઉત્તરપ્રદેશ, વેસ્ટ બેંગોલ અને પંજાબમાં પણ જોવા મળે છે. નાગરોનો ઇતિહાસ પૌરાણિક સમય સાથે ગુંથાયેલો છે. બ્રાહ્મણો ચુસ્ત નિયમો વાળા હોવાથી તેઓ વૈવાહિક પરંપરા ધરાવે છે. તેમજ તેઓ રાજ્યોમાં દિવાન રહેવા ઉપરાંત કુશળ રાજદ્વારીઓ, સંચાલકો, કવિઓ અને સંગીતકાર તરીકેનું સ્થાન પણ ધરાવતા હતા. ભુજમાં નાગર સમાજ અંદાજે બસો વર્ષ પહેલાં રાજાશાહી સમયમાં રાજદ્વારી, દરબારી તેમજ રાજાના સલાહકારો તરીકે આવ્યા હોવાની માહિતિ મળે છે.

નાગરો ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક જીવનમાં સંકળાયેલા બ્રાહ્મણોના જુથ માનવામાં આવે છે. ભારતમાં હાલે વીસ હજારથી પણ વધારે નાગર પરિવારો વસે છે. જેમાંથી મોટા ભાગના પરિવારો કચ્છ અને ગુજરાતમાં વસે છે. કેટલાક ઇતિહાસ વિદો કહે છે કે મુળે આર્યન એવા નાગરો મુળ દક્ષિણ યુરોપ અને મધ્ય એશિયાના વતની હતા. એક માન્યતા એમ પણ કહે છે કે નાગરો કુશથી તીબેટ અને પછી કાશ્મીર આવ્યા અને કુરુક્ષેત્રની આસપાસ સ્થાઇ થયા હતા. તેઓ ગ્રીક અને દ્રવિડ મુળના હોવાનું પણ માનવામાં આવે છે.

આ નાગર સમાજ માટેનો સૌથી પહેલો સંદર્ભ સ્કંદ પુરાણમાં ઉલેખવામાં આવ્યો છે. શીવ ભગવાને ઉમાજી સાથે પોતાના લગ્ન સમયે નાગરોત્પતિ કરી અને તેમને હાટકેશ્વરની જમીન આપી હોવાની માન્યતા છે. સુકન્યા સ્મૃતિમાં પણ તેનો ઉલ્લેખ છે. તાજેતારના સંશોધન હાટક હાલનું લદાખના આર્યન હોવા તરફ નિર્દેશ કરે છે. આ સમાજના ઇષ્ટદેવ 'હાટક' એટલે કે 'હાટકેશ્વર' ભગવાન શીવ છે.

એક દંતકથા અનુસાર આનર્તના રાજા ચમત્કારે પોતાના બચ્ચાંને સ્તનપાન કરાવતા હરણનો શિકાર કરે છે. એ હરણ તે રાજાને શ્રાપ આપે છે જેના કારણે તેને કોઢ થાય છે. એ વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો તેનો પ્રાકૃતિક જડીબુટ્ટીઓથી ઇલાજ કરે છે જેના બદલામાં રાજા તેમને ભેટ સોગાદો અને જમીન આપે છે જેને પોતાના ઉચ્ચ સિધ્ધાંતો સાથે બ્રાહ્મણો અસ્વિકાર કરે છે. પરંતુ રાણી એ ૭૨માંથી ૬૮ બ્રાહ્મણોને ભેટ સ્વીકારવા માટે સહમત કરે છે. બાકીના ચાર પરિવારો હિમાલય ચાલ્યા જાય છે અને જે ૬૮ પરિવારો ભેટ સ્વીકારી અહિં સ્થાઇ થાય છે તે નાગરોના ૬૮ ગોત્રના સ્થાપક હોવાનું મનાય છે.

વડનગરથી આવેલા નાગરો વડનગરા નાગર કહેવાય છે. એજ રીતે વિસનગરા, ચિત્રોદાસ, પ્રશ્નોરા અને સાઠોદરા નાગર તરીકે પણ ઓળખાય છે. પણ નાગર સમાજની જ આ શાખાઓમાં પરંપરા અને રીતરિવાજોમાં ફરક જોવા મળે છે. નાગર સમાજમાં સ્ત્રીઓ પહેલે થીજ ઉચ્ચ સ્થાન પામી છે. ઘરના દરેક પ્રસંગો અને નિર્ણયોમાં સ્ત્રીને પુરુષ સમાન માન આપવામાં આવે છે. દીકરીના જન્મને દીકરાના જન્મ જેટલું જ મહત્વ આપીને ઉજવાય છે. તેમજ એક વિધવા તેના પરિવારમાં સલામત અને માનભેર જીવન મેળવે છે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!