સાંકળવાળી દરગાહ

દરગાહના ગાદી પરિવારના વડીલ કુલસુમબીબીએ આપેલી માહિતિ મુજબ સાંકળવાળી દરગાહમાં ગાદી પ્રથા છે અને આજ સુધી તમામ ગાદી નશીન વ્યક્તિઓ અહિં જ દફનાવવામાં આવ્યા છે. આ દરગાહ સાથે જોડાયેલી વાત મુજબ કચ્છના પહેલા મહારવને સંતાન નહોતું ત્યારે તેમણે પીરાનપીર પાસે સંતાન માગ્યું હતું અને તેમણે ભુજમાં પીર આવશે અને એ સંતાન આપશે એવું વરદાન આપ્યું હતું. ત્યાર બાદ બગદાદથી પીર અબ્દુલાશા ભુજમાં આવ્યા અને રાજાને ફળ અને તાવીજ આપી ત્રણ નિશાની ધરાવતું બાળક અવતરશે તેવું જણાવ્યું. સમય જતાં રાજાએ એ મુજબનું જ બાળક મેળવ્યું અને પીર અબ્દુલાશાને ભુજ છોડીને ક્યાંય ન જવા વિનંતી કરી. પીરની ઇચ્છા મુજબ રાજાએ તેમને સાંકળથી હદ બાંધી આપી ત્યારથી આ દરગાહનું નામ 'સાંકળવાળી દરગાહ' પડ્યું. આજે પણ એ સાંકળના અવશેષો જોવા મળે છે. પીર અબ્દુલાશાની ૧૦મી પેઢી હાલમાં ગાદી પર છે અને કુલસુમબીબીના પતિને પણ તાજેતરમાં અહિં જ દફનાવાયા છે. પીર અબ્દુલાશાના ફરજંદો પીર શાનવાઝની દરગાહ મંગલવાડી કચ્છી મેમણ કબ્રસ્તાનમાં, પીર હૈદરશાની દરગાહ બેંગ્લોરમાં અને પીર કરમશા, આરીફશા અને કમાલશાની દરગાહ કલકત્તામાં આવેલી છે.

Contributors and sources for this content

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!