Free medical aid scheme

 યોજનાની રૂપરેખા :

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , આર્થિક પછાત વર્ગ અને વિચરતી - વિમુકત જાતિનાં દર્દીઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૨૭૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૩૬૦૦૦ થી વધુ ન હોય તેઓને જરૂરી દવા ખરીદવા અને પૌષ્ટિક આહાર ખર્ચ, કરી શકે તે માટે નીચેનાં દરે સહાય આપવામાં આવે છે.

સહાય કોને મળી શકે

૧. આવકમર્યાદા શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ. ૩૬૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
૨. ટી.બી. , કેન્સર ,એચ.આઇ.વી. પોઝીટીવ / એઇડસ , રકતપિત
મળવાપાત્ર સહાય
૧. ટી.બી. માટે માસિક રૂ.૫૦૦ દર્દ મટે ત્યાં સુધી
૨. કેન્સર માટે માસિક રૂ.૧૦૦૦ દર્દ મટે ત્યાં સુધી
૩. એચ.આઇ.વી. પોઝીટીવ / એઇડસ નાં દર્દીઓને રૂ.૫૦૦ દર્દ મટે ત્યાં સુધી
૪. રકતપિત માટેમાટે માસિક રૂ.૮૦૦ દર્દ મટે ત્યાં સુધી

આધાર પુરાવા

૧. રાશન કાર્ડ ની પ્રમાણિત નકલ
૨. જાતિનો દાખલો
૩. આવકનો દાખલો
૪. બિમારી અંગેનું પ્રમાણપત્ર
૫. ર્ડા. શ્રીનું કેટલા માસની સારવારની જરૂર છે તેવું પ્રમાણપત્ર.

અરજી કયાં કરવી : 

શહેરી વિસ્તારમાટે જીલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારી ,
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!