Financial support for widows

યોજનાની રૂપરેખા :

રાજયની નિરાધાર વિધવાઓની આર્થિક પરિસ્થિતિને દયાને લઇ તેઓ સમાજમાં સન્માન પૂર્વક જીવન જીવી શકે તથા સમાજમાં પુન: સ્થાપિત થઇ શકે તેવા હેતુથી નિરાધાર વિધવાઓને આર્થિક સહાયની આ યોજના અમલમાં છે.


સહાય કોને મળી શકે.

૧. અરજદાર મહિલાઓની ઉંમર ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
૨. ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોય
૩. આવકમર્યાદા શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ. ૩૬૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
૪. ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઇએ.
૫. અપવાદ કિસ્સામાં ૨૧ વર્ષનો પુત્ર હોય પરંતુ તે માતાનું ભરણ પોષણ કરવા સક્ષમ ન હોય જેમકે પાગલપન , શારીરિક અપંગતા , આજીવન કારાવાસ અથવા તેનુ મૃત્યુ થાય વગેરે કિસ્સામાં આ યોજનાનો લાભ મળી શકે.

મળવાપાત્ર સહાય

૧. માસિક રૂ. ૭૫૦/- લેખે માસિક સહાય પોસ્ટ ઓફીસ બચત ખાતા મારફતે લાભાર્થીના બચત ખાતામાં જમાં કરાવવામાં આવે છે.
૨. લાભાર્થી પર આધારીત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસીક ૧૦૦/- લેખે દર માસે ચુકવવામાં આવે છે
૩. યોજના હેઠળના ૧૮ થી ૪૦ વર્ષની વય જુથનાં લાભાર્થીઓને સરકાર માન્ય તાલીમ પુર્ણ કર્યા બાદ માનવ ગરીમા યોજના ના ધોરણે સાધન સહાય અને સ્વ રોજગારી માટે માર્જિન મની લોન આપવા પાત્ર થાશે .

આધાર પુરાવા અરજી કયાં કરવી

૧. રાશન કાર્ડની નકલ.
૨. પતિના મરણનો દાખલો.
૩. આવક નો દાખલો ( તાલુકા વિકાસ અધિકારી શ્રી )
૪. બાળકોની ઉંમરના પુરાવાના / દાખલા
૫. રાશન કાર્ડ અને ચુંટણીકાર્ડ
૬. ફોટા (પાસપોર્ટ સાઇઝના)
૭. જમીન ધરાવતા હોય તો ૭/૧૨નો ઉતારો
૮. અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિન કમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ ઓફિસર નું પ્રમાણપત્ર મામલતદાર કચેરી

અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

નોંધ : જો લાભાર્થી પુન: લગ્ન કરે તો સહાય બંધ કરવામાં આવશે.

Bhuj Information Center is built thanks to Bhuj citizens contributions.
If you want to correct or add any information regarding the subject of this page : 

Please Contact us!