કાયદાકીય માહિતી વર્કશોપ

Date
Wed, 08/08/2012 - 05:30

તા. ૦૮/૦૮/૨૦૧૨
સ્થળ : જોગીવાસ - હોટલ ડોલરની બાજુમાં
આયોજક : શ્રી જોગીવાસ વિસ્તાર વિકાસ સમિતિ
શ્રી જોગીવાસ વિસ્તારનાં લોકોને યોજનાકીય માહિતી અને કાયદાકીય માહિતી માર્ગદર્શન દ્ધારા જાગૃત કરવા અને યોજનાનો લાભ અપાવવા માટે શ્રી જોગીવાસ વિસ્તાર વિકાસ સમિતિ દ્ધારા માહિતી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ . વકીલ શ્રી આરીફ રાઠોડ રીસોર્સ પર્સન દ્ધારા લોકોને ખાસ કરીને સમાજ સુરક્ષાની અલગ અલગ યોજનાઓ જેવીકે વિકલાંગ ઓળખકાર્ડ ,વિકલાંગ સાધન સહાય ,વિધવા સહાય ,સંત સુરદાસ યોજના, વિકલાંગ ધિરાણ યોજના , બાળ અધિકાર ધારોે , બાળ લગ્ન ધારો , ઘરેલું હિંસા વિરોધી ધારો,વગેરે કાયદાકીય માહિતી જેમાં જન્મ મરણ નાં દાખલા કઇ રીતે કઢાવવા અને તેનુ મહત્વ , સસ્તા અનાજની દુકાનમાંથી વસ્તુઓ કઇ રીતે મળે છે ? બંધારણમાં મળેલ માનવીય હકકો વગેરેને લોકોને માહિતગાર કરવામાં આવેલ .
આ માહિતી વર્કશોપમાં જોગીવાસ નાં સમિતિ ના સભ્યો , એસ.એચ.જી. નાં બહેનો તથા વિસ્તારનાં ૧૫૫ જેટલા ભાઇઓ તથા બહેનોએ હાજર રહીને માહિતી માર્ગદર્શન મેળવ્યું હતું. અને અર્બન સેતુ સંસ્થા દ્ધારા સહયોગ પુંરૂં પાડવામાં આવેલ .