ભુજ શહેર ઘન કચરા વ્યવસ્થાપન પ્લાન ૨૦૧૫-૨૦૨૫. શહેર ના પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યશાળા

Date
Wed, 19/10/2016 - 05:00

Venue : લોહાણા ભવન ,વી.ડી.હાઇસ્કૂલ ની બાજુ માં-ભુજ.

Organizer : સહજીવન-ભુજ.

Contact : ધર્મેશ અંતાણી

Guest

Description

સહજીવન દ્વારા નગરપાલિકા માં શહેર નો કચરા વ્યવસ્થાપન અંગે નો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવેલ,જેને નગરપાલિકા દ્વારા રાજય સરકાર ના મહાત્મા ગાંધી સ્વરછતા મિશન માં મોકલવામાં પણ આવેલ છે,અને તેને મંજૂરી પણ આપાઇ ગયેલ છે.જે બાબતે નગરપાલિકા એ આ અહેવાલ ને ધ્યાને લઇ તબકકાવાર કામગીરી શહેર માં શરૂ કરાવવાની રહે છે. આ અહેવાલ માં કઇ કઇ બાબતો નો સમાવેશ કરાયો છે અને કોને પ્રાથમિકતા અપાઇ છે તે બાબત ને આપ સર્વ શહેર ના નાગરિકો સામે રજૂ કરવા અને આપના સૂચનો તેમજ દિશા અંગે આગામી કામગીરી હાથ ધરવા અંગે આપ સર્વ સાથે એક કાર્યશાળા નું આયોજન કરેલ છે.જેમા આપ ને ભાવભર્યું આમંત્રણ છે.આપ શહેર ને સ્વરછતા તરફ લઇ જવા માં યોગદાન આપી સહયોગી થઇ શકશો.

કાર્યશાળા માં આપની ઉપસ્થિતિ માર્ગદર્શક બની રહેશે,તેથી જરૂર થી પધારશો.