૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કાર્યક્રમ

Date
Wed, 03/06/2015 - 17:30 to Fri, 05/06/2015 - 20:00

આપણે જાણીએ છીએ તમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫ જૂન પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો નું આયોજન સહજીવન અને પર્યાવરણ હિમાયતી જુથ દ્ધારા કરવામાં આવેલ છે. જે અંગે ની કાર્યક્રમ રૂપરેખા શહેરના નાગરિકો ની જાણ માટે અહી આપવામાં આવેલ છે, જેથી સર્વે શહેરના નાગરિકો જેઓ પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હશે તેઓ આ કાર્યક્રમમાં હજાર રહી તેમનું યોગદાન આપવા સહર્ષ પધારે તે અપેક્ષા છે.

તારીખ          કાર્યક્રમ                                                             કાર્યક્રમનુ સ્થળ અને સમય
૦૩.૦૬.૧૫      પર્યાવરણ સંરક્ષણ લક્ષી રંગોળી સ્પર્ધા, તેમજ રોપા વિતરણ.       હમીસર ઓટલે – સાંજે ૫થી ૭.
 
૦૪.૦૬.૧૫      પર્યાવરણ સરંક્ષણ વિષે ચિત્ર સ્પર્ધા – ૮ થી ૧૫ વર્ષ માટે.        ખેંગાર પાર્ક – સાંજે ૫.૩૦ થી ૭.૩૦
                  લેખન વાંચન સ્પર્ધા- વર્ષ માં મારી કલ્પનાનું ભુજ.                 ખેંગાર પાર્ક – સાંજે ૫.૩૦ થી ૭.૩૦

૦૫.૦૬.૧૫      ગો ગ્રીન સાઇકલ/પદ રેલી-નાગરિકો તેમજ સર્વે માટે                આર્યસમાજ હૉલ – સવારે ૯.૩૦ થી સાંજે
                  પર્યાવરણ સરક્ષણ મેળો –જેમાં પ્રોજેકટ કે મોડલ મોકવા.           ૬.૩૦
                  દરેક સ્પર્ધા ઈનામ વિતરણ અને નાગરિકો સાથે સંવાદ              આર્યસમાજ હૉલ –સાંજે ૬.૩૦ થી ૮.૦૦
                 

ઉપર જણાવેલ દરેક સ્પર્ધાઓ ભાગ લેવા ઇચ્છુક નાગરિકો એ તારીખ ૨૭.૦૫.૧૫ સુધીમાં જણાવેલ નંબર પર નામ નોંધાવના રહેશે.

નામ – ધર્મેશ અંતાણી – ૯૪૦૮૯૩૬૧૪૮
નામ – એડ્વોકેટ રસિલાબેન પંડ્યા – ૯૮૨૫૬૭૯૧૯૮
કાર્યક્રમમાં ભાગ લેવા અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા શહેર ના દરેક નાગરિક ૦૫ જૂનના સાંજે અચૂક હજાર રહે તે અપેક્ષા.
આભાર.
સહજીવન
ભુજ શહેર પર્યાવરણ હિમાયતી જુથ.