ગણેશનગર ખાતે મોબાઇલ માહિતી મિત્રનો ઉદ્ઘાટન

Date
Thu, 03/07/2014 - 17:00

આપણી માહિતી                  આપણાં માટે                      આપણાં સુધી
માહિતી મિત્ર - ભુજ

Venue : અર્બન હેલ્થ સેન્ટર , ગણેશનગર ભુજ

Organizer : ભુજ સેતુ માહિતી કેન્દ્ર

Contact : Karman Marvada: ૯૪૨૬૪૧૪૪૯૨ , Bhavshi Kher: ૯૮૭૯૩૪૮૮૯૧ , Bhavesh Bhatt:  ૯૯૭૮૯૯૭૨૩૪

Guest : વોર્ડ ૧૩ નાં કાઉન્સીલર તેમજ આગેવાનો, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભુજ, 

Description

ભુજ સેતુ ભુજ શહેરમા છેલ્લા ૩ વર્ષથી લોકોને માહીતી, માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંર્તગત કાર્યરત છે. ખાસ કરીને વંચિત વિસ્તારનાં લોકોમાં સરકારનાં વિભાગોની યોજનાઓ તેમજ નાગરીકોનાં અધિકારો અંગે માહિતીનો અભાવ છે. આથી આ યોજનાઓનો લાભ છેવાડા ના લોકો જેવા કે નિરાધાર , વિધવા ,વિકલાંગો તેમજ વૃધ્ધ લોકો સુધી પહોંચે અને તેઓ પોતાના અધિકાર પ્રાપ્ત કરે તે ઉદેશને ધ્યાનમાં લઇ વંચિત વિસ્તારનાં નાગરીકોને સરકારનાં વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓથી માહીતગાર કરવા જેથી તેઓ યોજનાકીય લાભ અને કાયદાકીય માહિતી મેળવતા થાય. નાગરીકોનું સરકાર અને સંસ્થાઓ વચ્ચે અસરકારક જોડાણ ઉભું થાય એ માટે “ ભુજ સેતુ માહિતી કેન્દ્વ ” દ્વારા ચાલતા “ માહિતી મિત્ર ” વળે માહિતી - માર્ગદર્શન અને સેવાઓ પુરી પાડવામાં આવે છે. જે અંર્તગત છેવાડાનાં લોકો સુધી પહોંચવા માટે ગણેશનગર ખાતે મોબાઇલ માહિતી મિત્ર શરૂ કરવામાં આવી રહેલ છે.

માહિતી મિત્રમાં આપવામાં આવતી સેવાઓ

સરકારી યોજનાઓની માહિતી , સરકારી વિભાગોની માહિતી ,રાશન કાર્ડ , આધારકાર્ડ ,ચુંટણી કાર્ડ ,આર.ટી. આઇ. , અરજી ટાઇપીંગ , સોગંધ નામા , કાયદાકીય માહિતી ,સી.ડી. રાઇટ વગેરે