વરસાદી પાણી ભરાતાં વોર્ડ નં. ૨ની વોર્ડ કમિટી દ્ધારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી

ભુજમાં તાજેતરનાં વરસાદે જ્યારે સમગ્ર વહીવટ તંત્ર અને જિલ્લાભરના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા તેવામાં શહેરના વોર્ડ નં. ૨ના શેખ ફળિયા અને આસપાસનો વિસ્તાર પણ વરસાદ અને ઉભરાતી ગટરોના પાણીથી પરેશાનીમાં મુકાયો હતો. આ વિસ્તારની વોર્ડ કમિટીના પ્રયાસોથી ગંદા પાણીનો નિકાલ શક્ય બન્યો હતો.

વરસાદી પાણીથી શેખ ફળિયા પાસે આવેલ પાંજરાપોળ તળાવ ગણતરીની મિનિટોમાં ભરાઈ ગયું હતું અને તળાવ કાંઠે આવેલા ઘરની અંદર સુધી પાણી પહોંચી આવ્યા હતા. એક તરફ તળાવના પાણીથી લોકોને મુશ્કેલી પડતી હતી, ત્યાં ઉભરાતી ગટરો પણ માથાના દુઃખવા સમાન બની હતી. તળાવના પાણીએ ઘરમાં પડેલા માલ-સામાન અને ચીજવસ્તુઓને ભારે નુકશાન પહોચડ્યું હતું, આ બાબત વોર્ડ કમિટી દ્ધારા ભુજના મામલતદારશ્રીને જાણ કરાતા, તેમના સૂચન અનુસાર નુકશાનનું સર્વે કર્યા બાદ સરકાર તરફથી યોગ્ય સહાય પણ આપવામાં આવશે.  

વરસાદ બંધ થયા બાદ આ વિસ્તારમાં મોટા ભાગના રસ્તાઓમાં ગટરો વહેતી થઈ હતી ત્યારે વોર્ડ કમિટીના સભ્યો દ્ધારા ગટરનાં પાણી અને ઉભરાયેલા તળાવના પાણીના નિકાલ માટે નગરપાલિકા સાથે સંપર્ક કરીને જે.સી.બી. મશીન દ્ધારા તળાવની કેનાલ ઊંડી કરવી તેનો નિકાલ કરવાનું આયોજન કરાતા આ સમસ્યાને પાર પાડવામાં આવી હતી.

Author
vishram.vaghela's picture