સિંચન સોસાયટીના શિક્ષકો દ્વારા ભુજના જળસ્ત્રોતોની ખોજ

તા. ૨૬/૪/૧૪ના રોજ સિંચન અજેયુકેશન સોસાયટીના ઉપક્રમે (ACT) સંસ્થાના સહયોગ દ્વારા હમીરસરના જળસ્ત્રોતોને સમજ્યા તથા તેના સંવર્ધન અને સાચવણી અંગે જનજાગૃતિ આવે એ હેતુએ એક સ્થળપ્રવાસનનું આયોજન કરવામાં આવ્યું હતું.

img_6202.jpg
નાગરિકો ને સમજાવતા સિંચન સંસ્થાના ગોરવ ભાઈ 

સિંચન એજયુકેશન સોસાયટી પ્રયોગાત્મક શિક્ષણની દિશામાં વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું ઘડતર સર્વાંગી રીતે થતું રહે, તે અંગે સતત પ્રયત્નશીલ રહે છે, અને આવા સ્થળ પ્રવાસોનું અવારનવાર આયોજન થતું હોય છે. માત્ર પાઠ્યપુસ્તક દ્વારા સામાજવિદ્યા શીખવાડીને ખરેખર સમાજ અને તેના પ્રશ્નોથી બાળકોને અળગા રાખીને સામજિક શિક્ષણ આપવું એ અઘરું શિક્ષણ ગણાય. સામાજિક શિક્ષણને જીવન સાથે કઈ રીતે જોડવું અને વિદ્યાર્થીઓ ઈતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્રને રોજીંદા જીવનમાં ખોળી શકે એવી દ્રષ્ટિ ખોલવાની શિક્ષકની ફરજ છે. અને એ પ્રવર્તમાન શિક્ષણની જરૂરિયાત પણ છે. એ સંદર્ભે શિક્ષકોને પહેલા માહિતગાર કરવા અને તેમનું સશક્તિકરણ જરૂરી બને છે, તે અન્વયે ઉપરોક્ત પ્રવાસનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા શિક્ષકોએ અગાઉના રાજાઓએ પાણી અંગે પ્રજાજનો માટે ઉભી કરેલી વ્યવસ્થા, કચ્છની ભોગલીક સ્થિતિ અને નાગરિકો દ્વારા જળસ્ત્રોતની થતી ઉપેક્ષા અને તેના સાથે થયેલી નજરોનજર નિહાળી હતી. આ પ્રવાસન ઇન્જિનીયર કોલેજની બાજુમાં આવેલ જળસ્ત્રોત ઉમાસર તળાવ તથા ૨૪ કુવાઓની આવના નિરક્ષણ થી થઇ હતી.

img_6207.jpg
  હમીરસર ની આવ

ત્યારબાદ સોએ "દેડકાવાવ, હમીરસર તથા રામકુંડની પણ મુલાકાત લીધેલી. ACT ના ગૌરવભાઇના માર્ગદર્શન હેઠળ તથા શ્રુતિ શ્રીનિવાસ (ખમીર) અને જેરેમી ગાઉડીન(ભુજ બોલે છે ) ના સહયોગ  દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં સિંચન સંસ્થાના પંક્તિ પાઠક, સંધ્યા આચાર્ય તથા દિવ્યાબેન પંચોલી સમગ્ર સ્ટાફ સાથે જોડાયા હતા. હેપી ફેસીસ સ્કૂલના કેતનાબેન નાગડા પણ શૈક્ષણિક સ્ટાફ સાથે જોડાયા હતા. ખમીર સંસ્થાના ડાયરેટર મીરાં ગોરડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સિચન સંસ્થા દ્વારા આ ત્રીદિવસીય કાર્યક્રમનું પ્રથમ ચરણ આ રીતે લેવામાં આવ્યું હતું.

img_6223.jpg
દેડકાવાવ 

Author
Sinchan school bhuj's picture