માત્ર શુભેચ્છાઓ નહીં, વીરાંજલિ સાથે ઉજવીએ આપણા પર્વો !

આપણે સૌ દિપાવલી, નવા વર્ષને રંગોળી, રોશની બ્રાંડેડ વસ્ત્રો, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ, મિષ્ટાન, ફરસાણ, ફટાકડાની મોજ અને જ્વેલરી શોપિંગની સાથે મિત્રોને, સગા–સંબંધીઓને દિલથી હળ્યા-મળ્યા-ભેટ્યા

થેંક્સ ટુ અવર આર્મી !!

યુદ્ધ ગગનમાં ગાજી રહ્યું છે. પાડોશી દેશ નાપાક હરકતો ચાલુ રાખી સર્જીકલ સ્ટ્રાઈકની ભોંઠપ ભૂંસવા મથે છે. આઈએસઆઈએસના ભારત પરના હુમલાનું એલર્ટ આઈબી અને અમેરીકા તરફથી પણ જાહેર થયું છે. આપણો કચ્છ સરહદી જિલ્લો છે. કુકમા નજીકથી જડપાયેલા લોકો દ્વારા નાપાક જાસૂસી પ્રકરણની તપસ એજન્સીઓ કરી રહી છે.

આપણાં ભુજમાં આર્મી કેમ્પ છે. અગાઉના યુદ્ધોનો આપણો અનુભવ છે જ ! ઉરીના શહીદોને વિરાંજલી સાથે જવાનોને સંદેશ, ચાઇનીઝ માલનો બહિષ્કાર, સૈનિક પરિવાર માટે ભંડોળ વિગેરેમાં દેશપ્રેમ અને દેશભક્તિ છલકાય છે.

મિત્રો , આ ઉત્સાહ સરાહનીય છે જ ! પણ .....એ એક પ્રાસંગિક ઊભરો ન બની રહે એમ ઈચ્છીએ.

ખાસ તો આપણાં ભુજમાં નાગરિક સંરક્ષણની પૂરક હરોળ એવું ગ્રામ રક્ષક(હોમગાર્ડ)દળ ધમધમતું થાય, યુવાશક્તિ, શિક્ષિત યુવાનો તેમાં હોંશભેર જોડાય. રાઇફલ તાલીમ, રેસ્ક્યુ તાલીમ વિગેરેના તાલીમ કેમ્પો યોજાય તો આવી તાલીમબદ્ધ યુવાશક્તિ યુદ્ધની પરિસ્થિતીમાં આંતરિક સલામતી માટે બહુ મહત્વની બની રહે છે. યુદ્ધ સરહદ પર સૈનિકો લડે છે, પણ આંતરિક સલામતી માટે પોલીસ ઉપરાંત નાગરિકોની જાગૃતિ પણ જરૂરી છે. રોડ, રેલ્વેલાઇન, પુલ, જળાશયો, પાણીપુરવઠા વિગેરે જગ્યાએ ભાંગફોડિયા(શંકાસ્પદ હિલચાલ)પ્રવૃત્તિને જાગૃત નાગરિક જ રોકી શકે.

અભિનેતા, રમતવીરોની જેમ સૈનિક ફેન ક્લબ થઈ શકે. જે શહીદ પરિવારો માટે, વૉર વિડો માટે વિવિધ એક્ટિવિટી વિચારે અને કરે. આપના વિચારો આવકાર્ય છે.

શુભમ કરોતી !!

Author
Shuchi's picture