દાનઉત્સવના પ્રકલ્પને તથાસ્તુ કરતા વૃધ્ધાશ્રમના વડીલો

“ રેલગાડીની સફર છે, જિંદગી બસ જોઈ લ્યો, જ્યાં મળે મુસાફરો, જ્યાં મળે મુસાફરો, થોડી ઘણી બસ જોઈ લ્યો”

ઘરનાં બગીચામાં હીચકે બેસીને દાદા પોતાનાં પોત્ર અને દોહિત્રી ને વાર્તા સંભડાવે છે; પડોશીના ઘરે એક દાદીમા પોતાનાં પોતરાંને જોડકડા સંભડાવે છે, રમે છે ને હાસ્યની કિલકારી ત્યાં ગુંજી ઊઠે છે. આવાં દ્રશ્યો દરેક જ્ગ્યા એ હોય તો !! કેટલું સારું !! પરંતુ સાંપ્રત સમયમાં આવી આદર્શ પરિસ્થિતિઓ ધીમે-ધીમે ઓછી થતી જોવા મળે છે.

વૃદ્ધત્વ એ એક એવી અવસ્થા છે જે દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. જેમાં વ્યક્તીને આનંદ , હુંફ , વાતો કરવાવાળું , થોડો સમય આપનાર જોઇયે. ભુજ શહેર માં ‘દાન ઉત્સવ ‘અંતર્ગત અમ સૌ સાથી મિત્રો એ એક નાનકડો પ્રયત્ન કર્યો વડીલો સાથે ફરવાનો, આનંદ આપવાનો , તેમના અનુભવ માંથી કઈક શીખવાનો. અમે માધાપર ‘શાંતિનિકેતન’ ના વડીલોને ‘ખમીર ‘સંસ્થાની મુલાકાતે લઈ ગયા. સિંચન શાળાના વિધ્યાર્થી સાથીદાર તરીકે સાથે રહી માહિતી પૂરી પાડતાં હતાં. આ બાળકો તેમની સાથે વાતોનુ આદાનપ્રદાન કરતાં હતાં. પ્રથમ વડીલોનું તિલક ને પુષ્પ દ્વારા સ્વાગત કરાયું હતું. લુપ્ત થતી ભાતીગળ કલાને સાચવવાનું કાર્ય કરતી ‘ખમીર’ સંસ્થાના વિવિધ વીભાગનું સંસ્થાના કાર્યકર્તા દવારા માહિતી અપાઈ. કુદરતી કલર દ્વારા કપડાંને રંગ, ખરકી( પશુઓને ગળામાં બાંધવામાં આવતી ઘંટડી/ઘંટ) બનાવવાનું કાર્ય, માટીકામ વગેરેનું નીદર્શન કરાવ્યુ. સમગ્ર જીવસૃષ્ટિને હાનિકારક એવા પ્લાસ્ટિક ઝબલાને રિસાઈકલ કરીને ઉપયોગી વસ્તુઓ બનાવી પર્યાવરણ બચાવવામાં જાગૃતિ અને નાનકડા યોગદાન ની માહિતી. પરિસરમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું. સિંચન શાળાના વિધ્યાર્થીઓએ પ્રાર્થના, સમૂહગીત, શ્રીજા રોય ગોસ્વામીએ મધુરાષ્ટકમ પર ભરતનાટ્યમ, દિયાએ કથ્થક નૃત્ય દ્વારા રાધાના ક્રુષ્ણ માટેના ભાવ સુંદર રીતે રજૂ કર્યા વડીલોને આનંદ આપ્યો.વડીલો દ્વારા પણ ભજન તેમજ વડીલ પાર્વતિબેનના ગરબાના તાલે અમે સૌએ ગરબા રમી આનંદ કર્યો. ખમીરમાં કાર્ય કરતાં ભાઈ મગન અને અમિતા દ્વારા ગીતોની ભાવવાહી રજૂઆત, બધા વિધ્યાર્થી અને વડીલોએ સાથે જોક્સ અને ઉખાણાંથી હળવાશ નું વાતાવરણ ઊભું કર્યું. આ બધી જ પ્રવૃત્તિ ઓ વડીલોને ગમી અને આનંદ પામ્યા, એ પણ ખરું કે કયાંક તેઓ પોતાના દીકરા,દીકરીઓ ,પોત્રા,દોહિતરા ,સમગ્ર પરિવાર ને યાદ કરતાં નજરે ચડ્યા હતાં. વડીલો દ્વારા તેમના અનુભવોનું ભાથું અમને મળ્યું.

સિંચન શાળાના વિધ્યાર્થીઓએ પોતાના દાદા-દાદી ,નાના-નાની સમાન સૌ વડીલો માટે જાતે ભોજન પીરસીને પોતાનો ભાવ દર્શાવ્યો હતો.આયોજનમાં વિધ્યાર્થીઓ સાથે સમગ્ર શિક્ષકગણ અને સર્વે સ્ટાફ જોડાયો હતો. ઘણા ઘરમાં પણ વડીલોને આદર સન્માન નહી મળતું હોય એમની પાસે હાજર તમામ વ્યક્તિએ તેમની પાસે આશીર્વાદ મેળવ્યા અને ફરી મળીશું એ ભાવ સાથે, તેમના ગંતવ્ય સ્થળ પર પહોંચાડવા, બસમાં બેસાડી ભાવસભર વિદાય આપી.

સમગ્ર કાર્યક્રમ અમ સૌ માટે હ્રદયસ્પર્શી , એક ભાવનાત્મક સંભારણા સમાન બની રહ્યો. સૌ વડીલો ની એક અલગ જ વાર્તા હતી.વડીલો ને ખાસ કઈ જોઈતું નથી. દરેક વ્યક્તિ જો પોતાના વડીલો ને માન આપે, દરરોજ તેમની સાથે થોડો સમય પસાર કરે,વાતો ની આપ-લે કરે એ પણ એમના માટે ઘણું છે. શીખ બધાએ લેવી, અનુસરવું તો કદાચ આવા વૃદ્ધા વૃદ્ધાશ્રમોની જરૂરિયાત ન રહે !

Author
Shuchi's picture