ભુજમાં મહિલાઓને અનુલક્ષીને "સલામતીનો સાદ" કાર્યક્રમ યોજાયો

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता : |

यत्रैतास्तु न पूज्यन्ते सर्वा सतात्राफला: क्रिया ||

સંસ્કૃત સુભાષિતની ખૂબ જાણીતી ઉપર્યુક્ત કડી આપણા સમાજમાના મોટાભાગની (ખાસ પુરુષ) વ્યક્તિઓને આવડતી જ હશે. જેનો સાદો અર્થ એ, “ જ્યાં સ્ત્રીઓની પુજા(સન્માન) થાય છે ત્યાં દેવતાઓ ખુશ થાય છે. જ્યાં તેમનું સન્માન નથી થતું ત્યાં કોઈ કાર્ય સફળ નથી થતું.” આપણી સંસ્કૃતિમાં આ અને આવી અનેક ઉક્તિઓ સંસ્કૃત, પુરાણોક્ત સાહિત્યમાં છે જ ! જે દર્શાવે છે કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ નું સ્થાન પુરુષ ને સમકક્ષ જ હતું. તેમને યોગ્ય સન્માન મળતું. શું આજ આદર્શ કહી સકાય એવી પરિસ્થિતી આપણા સમાજજીવનમાં છે?

ગત તા. ૧૯/૧૧/૨૦૧૬ના રોજ ભુજમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન (અર્બન સેલ ), સખી સંગિની દ્વારા શહેરના વોર્ડ નં, ૨માં નાગરિકો માટે ‘મહિલાઓને અનુલક્ષીને ‘સલામતીનો સાદ ‘એ વિષયે કાર્યક્ર્મ યોજાયો. જેનો ઉદેશ્ય હતો કે મહિલાઓને સલામતી મુદ્દે રોજબરોજની જિંદગીમાં પડતી મુશ્કેલીઓ, તેમજ સૌ સાથે મળી આ મુદ્દે ચર્ચા કરવી. દરેક પ્રકારની જાતીય સતામણી સામે આવાજ ઉઠાવવો. પ્રારંભે કે.એમ.વી.એસ.ના અરુણાબેને સૌને શાબ્દિક આવકાર આપ્યો. પ્રથમ તબક્કે વોર્ડના કાઉન્સિલર સુલેમાનભાઈએ જણાવ્યુ કે , સલામતી એ કાઇ માત્ર બહેનો ની જવાબદારી નથી તો કુંવરજીભાઇએ જમાના પ્રમાણે ચાલીને પોતાના અનુભવના આધારે અત્યારની પરિસ્થિતી જણાવી. પોતાના મત રજુ કર્યા. કે.એમ.વી.એસ.ના અલ્કાબેન જાનીએ કહ્યું કે જો મહિલા એક ઘરમાં પણ અસલામતી અનુભવતી હોય તો કાયદાનું કાઇ કામ નથી.

સલામતી એટલે શું? આ પ્રશ્નના અલગ –અલગ પ્રતિભાવો આવ્યા. જેમાના કેટલાક ખૂબ જ સંવેંદનશીલ કહી સકાય તેવા પણ ધ્યાનમાં આવ્યા. વોર્ડના કાઉન્સિલર એવા મંજુલાબેન ગોરે કહ્યું કે અસલામતીના ડરને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇયે. તેને બહાર નિકળવાની છૂટ હોવી જોઇયે. દીકરીને યોગ્ય સમજ આપીએ, કેળવીએ. એક બહેનને કહ્યું કે ઘરમાથી પ્રોત્સાહન, શિક્ષણ, સમજ આપીએ. જો એક મહિલા શિક્ષિત હસે તો તે આવનારી પેઢીને વધુ સારી રીતે શિક્ષિત કરી શકસે. પ્રીતિબેને જણાવ્યુ કે નાની ઉમરનાં બાળકોને બાઇક નાં આપવા, છોકરીઓને રોક-ટોક ન કરવી. જેની શરૂઆત ઘરથી કરવી. છોકરીઓને સ્વતંત્રતા આપો. જેથી તે પરિસ્થિતનો સામનો કરી સકે. તો અલ્કાબેન જાનીએ કહ્યું કે દીકરા- દીકરી બનેને સમજ આપો. દીકરાઓનું ઘડતર કરવું કારણ સલામતિનો બીજો ભાગ દીકરાઓ છે! આશાબેન મહેશ્વરીએ પોતાની વાત રજૂ કરી કે, માં-બાપ પોતાની દીકરીને જલ્દી પરણાવી દેવા ઉતાવળ કરે કારણ, જલ્દીથી જવાબદારીમાથી મુક્ત થઈ સકે. બહેનોને પણ સરખા હક્ક અને અધિકાર હોવા જોઇયે. દરેક માટે સમાન વાત હોવી જોઇયે. દીકરીને પણ એની ઈચ્છા મુજબ કપડાં પહેરવાની છૂટ હોય. પુરૂષોને કપડાં પહેરવા બાબતમાં કે કાર્યનાં સમયમાં કોઈ રોક-ટોક નથી હોતી. તો મામદભાઇએ જણાવ્યુ કે માનસિકતાનો બદલાવ આવવો જરૂરી છે. બેન,દીકરીને શ માટે ઇજ્જતનો સવાલ !! મહિલા પર દુષ્કર્મનાં કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણી વાર 3/૪ વર્ષની બાળકી કે ૮૦ વર્ષની વૃદ્ધા ભોગ બનનાર મહિલા હોય છે. ત્યારે ક્યાં તેના પહેરવેશ કે અન્ય વર્તણૂક વિષે વાત કરશો? આ માત્ર એક વિકૃત્તિ જ ગણી સકાય.

અરુણાબેન જોશીએ એક વાત એ રજૂ કરી કે દીકરી હોય કે દીકરા પોતાની વાત ઘરમાં, માતા-પિતા સમક્ષ ની :સંકોચ રજૂ કરી સકે. તો ઘણી બધી સમસ્યાઓ યોગ્ય સમયે ઉકેલી શકીશું. અન્ય એક પ્રશ્ન- કેટલા સમાજમાં સામાજિક મેળવળામાં સ્ત્રીઓની ભાગીદારી હોય છે?કે સ્નેહમિલનો માં કે જ્ઞાતિમેળામાં સ્ત્રીઓની સલામતી મુદ્દે ચર્ચા થાય છે? આ પ્રશ્નનાં અનુસંધાને મહિલાઓ સાથે કાર્ય કરતાં એવા જીજ્ઞાબેન ગોરે જણાવ્યુ કે કે.એમ.વી.એસ.માં કિશોરીઓને સંગઠિત કરીયે છીયે. ૨૫ છોકરીઓએ મોટાભાગે ૧૫ છોકરીઓ ડ્રોપ આઉટ હોય છે. ડ્રોપ આઉટ માટે આપણે શું કરીશું? તેમજ તેમણે પગભર કરવા શું કરી શકીએ? સમાજનાં મેળવળાઓમાં મહિલા મંડળો શૈક્ષણિક સન્માનનાં કાર્યક્રમો કે અન્ય સન્માનનાં કાર્યક્રમો કરીને સંતોષ મેળવી લે છે. મહિલામંડળો ખરેખર શું પ્રશ્નો છે? જેમ માત્ર દેખાવ પૂરતું નહીં પણ યોગ્ય દિશામાં કાર્ય કરે. લીનાબેન ગોરે જણાવ્યુ કે રસ્તા પર રોડ લાઇટ પણ જરૂરી છે જે ના હોવાના કારણે પણ ઘણી વખત અનિછ્નિય બનાવ બનતા હોય છે.

પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા એવી છે કે બહેનો ને યોગ્ય સ્વતંત્રતા મળતી નથી. ઘણી જગ્યાએ દીકરીઓને પ્રશ્ન પૂછવાનો કે પોતાનો મત રજૂ કરવાનો અધિકાર જ નથી. દીકરીઓને પ્રશ્ન પૂછતી કરવી.અલકાબેને જણાવ્યુ કે સમાજનું પ્રેશર ઓછું થાય .ભાઈઓ સંવેદનશીલ બને આ મુદ્દે તેમનું ઘડતર કરવું. રબારી સમાજમાં પરીવર્તન આવ્યું છે. તેમના સમાજના સીતાબેન, મેઘિબેન જેવી જાગૃત મહિલાઓએ પ્રશ્નો રજૂ કર્યા, બદલાવની શરૂઆત થઈ. વોર્ડ નં ૨માં બહેનોને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો, સામે એક વાત મામદ ભાઈએ જણાવી કે કોઈ પણ યુવા હોય તેને બેરોજગાર ન રહેવા દ્યો. નાનું પણ કોઈ પણ કામ કરતો થાય રોજી મેળવતો થાય એ જરૂરી છે. અન્યથા નવરો નખ્ખોદ વાળે એ ન્યાયે બેરોજગાર યુવક વ્યસની બને છે, શરૂઆત બીડી, સીગરેટ, ગુટકા, દારૂ અને પછી છેડતી આ બધા દૂષણો વધે છે.

અરુણાબેને બધા સાથે મળી કાર્ય કરીયે . જો સંગઠન હસે તો જ વાત ની રજૂઆત યોગ્ય થસે અને કાર્ય પણ થસે. તેમણે દારૂબંધી માટે જિલ્લા પોલીસવડા શ્રી મકરંદભાઈ ચૌહાણનાં દારૂબંધી હેલ્પલાઇનનાં નં આપ્યા. જેનાથી બહેનોની માહિતી ગુપ્ત રહે અને એ દિશામાં કાર્ય થાય. દિલીપભાઈએ પોતાના મંતવ્યમાં કહ્યું કે અગાઉથી થોડા બહેનો બેસી, ચર્ચા કરી વાત રજૂ કરે.આયોજન કરે. ગટર,રોડ નાં મુદ્દા બહેનોને કેમ લાગુ પડે છે? સામાજિક વ્યવસ્થા, માનવીય વિકાસને પીએન જોડિયતે, ઘરેલુ હિંસા નાં પ્રશ્નોની ચર્ચા, દરેક જ્ઞાતિ , દરેક બહેનો, વૃદ્ધો, યુવાનો યુવતીઓ જોડે થાય , તેમની સાથે અલગ- અલગ બેસી ને સંવાદ કરી સકાય જેથી તેઓ ખૂલી ને વાત ચિત રજૂ આકરીઓ સકે. આ માટે દરેક એરિયા વાઈજ મિટિંગો યોજી ચર્ચા કરવાનું અને આ નિમિત્તે મળવાનું નક્કી કર્યું.

૭૪મો બંધારણીય સુધારા અનુસાર વોર્ડ નાં લોકો જ નક્કી કરે કે ખરેખર શું સુધારા કરવા છે? પોતાના વોર્ડ નાં પ્રશ્નોની રજૂઆત કરવાની છે . આરોગ્ય, શિક્ષણ, સલામતી બધા જ પ્રશ્નો રજૂ થાય. નગરપાલિકાએ ફરજિયાત રીતે કરવાના ૧૮ કર્યો છે. જેમાં આ ૧૮ કર્યો સાથે સલામતી ક્યાં જોડાયેલી છે? સલામતીના ચશ્મા પહેરીને જુવો અને શું પ્રશ્ન છે? શું કાર્ય થઈ સકે? એનું નક્કર આયોજન કરવાની દિશામાં કાર્ય આગળ વધારવનું કહ્યું.

કાર્યક્ર્મમાં વોર્ડના કાઉન્સિલર આઇસુબેન સામા, સુલેમાનભાઈ હિંગોરજા, માલશીભાઈ મહેશ્વરી વોર્ડ કમિટીના સભ્ય મંજુલાબેન રાજગોર, જશીબેન વાઘેલા, કુંવરજીબાપા રાજેશભાઈ વાઘેલા, પ્રફુલ્લભાઈ જોશી , શબનમબેન, હારુનભાઈ, રાજુભાઇ તેમજ સંગઠન ની બહેનો અને તે વિસટર ની બહેનોએ ચર્ચા માં ભાગ લીધો હતો. કાર્યક્મના આયોજન માટે કે.એમ.વી.એસ., અર્બન સેતુ, સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ અને આવી બધી જ પ્રક્રિયા પછી એવું કહી સકિયે કે વ્યક્તિ, સમાજ અને સરકરી તંત્ર કે કોઈ પણ કાર્યવાહી થાય એ તો જરૂરી છે જ. આ તબક્કે એટલું ચોક્કસ કહેવું ઘટે કે , આ બધાથી વિશેષ જવાબદારી મહિલાઓ માટે કે તેઓને સૌથી પહેલા ઘર માથી જ મજબૂત વાતાવરણ પૂરું પાડવામાં આવે. એક મહિલા કે દીકરીને એવી રીતે કેળવીએ કે તે પોતાને સ્વતંત્ર રીતે રજૂ કરી સકે કોઈ જ જાણ ની બીક કે ડર રાખ્યા વગર. કારણ કે દરેક જગ્યા એ કે દરેક પરિસ્થિતીમાં મહિલા સાથે તેની સુરક્ષા માટે તેના પિતા, ભાઈ કે પતિ હમેશાં સાથે ન પણ હોય. ત્યારે સુરક્ષા માટે પોતે જ નીડર બની આગાળ આવે એ આજની તાતી જરૂરિયાત છે.

Author
Shuchi's picture