આજે બાલદિન ! ચાલો કોઇ બાળકના સ્મિતનું કારણ બનીએ !

આપણી હથેળીમાં બાલ સહજ હદયના ભાવ ઝીલીયે, ને શાસ્વત આનંદ અનુભવીએ !! બાલ્યાવસ્થા એક એવી અવસ્થા જે કોઈ પણ વ્યક્તિ ના જીવન માટે યાદગાર જ હોય ! દરેક બાળક ખાસ છે. બાળકને રમત-ગમત, રુચિ મુજબ અભ્યાસની છૂટ હોય. બધા માટે શિક્ષણ સુલભ હોય, પ્રાથમિક શિક્ષણ તો નિ:શુલ્ક હોય તેવું પ્રાવધાન આપણાં દેશના કાયદામાં છે. શિક્ષા દરેક માટે. આ અને આવા અન્ય બાલ અધિકાર અને બાલ શિક્ષા માટે ૧૪મી નવેમ્બર ચાચા નેહરુના જન્મદિનને આપણે બાલદિન તરીકે ઉજવીએ છીયે. બાળકો સાથે રમવું, ફરવું, વાતો કરવી એ પણ એક લ્હાવો છે.

સાંપ્રત સમયમાં આવો આપણે સૌ બાળકો માટે થોડા સંવેદનશીલ બનીએ. તેમને જાણવા, સમજવાનો, ઓળખવાનો પ્રયત્ન કરીયે. તેમને દરેક જગ્યાએ યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ, બાલ સુરક્ષા અને અધિકાર માટે પણ લડત ચલાવીએ. બાળકોને યોગ્ય દિશા મળી રહે તેમજ તેમને જરૂરી હોય એ બધુ જ સુલભ અને સરળ કરવા પ્રયત્નશીલ બનીએ. એક પગલું શિશુને સંગ !

Author
Shuchi's picture