આજ ૧૨ મી જાન્યુઆરી યુવા દિવસ. યુવાન કોને કહીશું?

યુ – યુયુત્સવૃત્તિ , વા – વાત્સલ્ય , ન – નમ્રતા.

જે વ્યક્તિ સત્ય તેમજ યોગ્ય વાત માટે પોતાનો અવાજ ઉઠાવી સકે. બાળકો સાથે વાત્સલ્યભાવે વર્તી સકે અને વડીલો સાથે નમ્રતાથી વર્તતો હોય તે વ્યક્તિ એટ્લે યુવાન !

વિશ્વના મોટાભાગના દેશોમાં કોઈક ને કોઈક દિવસને યુવા દિવસના રૂપમાં ઊજવવામાં આવે છે. ભારતમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસને અર્થાત ૧૨મી જાન્યુઆરીને યુવાદિન તરીકે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણય અનુસાર ઈ.સ. ૧૯૮૫ના આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. આના મહત્વનો વિચાર કરતાં ભારત સરકાર દ્વારા ૧૯૮૬થી ૧૨ જાન્યુઆરીને યુવા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો.

ભારતની મહાન અને સાંસ્ક્રુતિક સમૃદ્ધિના દર્શન સ્વામીજીના જીવનમાથી સર્વેને મળે છે. યુવાનએ દેશનું ભવિષ્ય અને એવી શક્તિ છે જેના દ્વારા દેશ માટેના કાર્યો સારી રીતે થઈ સકે. એટ્લે જ સ્વામીજીના વિચારો માટે યુવાનો પર પહેલી પસંદગી કરવામાં આવે છે.

આ દિવસની ઉજવણી માટે રમતો, સેમિનાર, નિબંધ લેખન, વકતૃત્વ જેવી સ્પર્ધાઓ, ગીત–સંગીત કે યોગાસન, સ્વામી વિવેકાનંદ પર વ્યાખ્યાન, જરૂરિયાતમંદ વ્યક્તિઓને વસ્ત્રો કે અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ. આવા કાર્યક્રમોનું આયોજન શાળા, કોલેજ કે અન્ય જગ્યાઓ પર ઉજવણી કરી શકાય.

સાંપ્રત સમયમાં પણ સ્વામીજીના વિચારો એટલાજ પ્રસ્તુત અને આચરણમાં ઉતારવા જેવા છે. આપણે સૌ તેમના વિચારોમાથી પ્રેરણા લઈ આપણાં જીવનને વધુ કર્મશીલ, નિષ્ઠાવાન અને અડગ મનથી કાર્ય કરવાની, નવી દ્રષ્ટિ કેળવીએ. તેમના જેવા બનવાની કોશિષ કરીયે, એ જ યુવા દિવસ!

Author
Shuchi's picture