ભુજના રામદેવનગરમાં RAY અંતર્ગત મકાનો બાંધવાના શ્રીગણેશ થયા

રાજીવ આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ ભુજ શહેરના ત્રણ વિસ્તારો પૈકી રામદેવનગર મધ્યે મકાન બંધકામનું કામ પુર બહારમાં ચાલુ છે. લાભાર્થીઓને સરકાર શ્રી તરફથી પ્રથમ હપ્તો મળતા લોકોએ હોંશભેર પોતાની શ્રધ્ધા અનુસાર ધાર્મિક વિધિ કરી પાયા ખોદવાનું કામ ચાલુ કરેલ છે.

હુન્નરશાળા ફાઉન્ડેશનની ટેકનિકલ ટીમ દ્ધારા આવાસ સમિતિના સભ્યો અને લાભાર્થીની હાજરીમાં સાઇટ પર પાયાની છાપણી કરી આપવામાં આવે છે. મકાન બાંધકામ માટે વચ્ચે આવતા જૂના મકાનો પણ લોકો જાતે પાડી જગ્યા ખુલ્લી કરી રહ્યા છે, અને તે જૂના મકાનોનો કાટમાળ નવા બાંધકામમાં જ્યાં કામ આવે ત્યાં ઉપયોગમાં લઈ રહ્યા છે. આવાસ સમિતિના સભ્યો પરષોતમ ભાઈ, પ્રેમજી ભાઈ તથા હંસાબેનના કહેવા મુજબ લોકોની વર્ષોની પાકા મકાનો મળવાની ઇચ્છા પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે આખા વિસ્તારમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિયમ અનુસાર બાંધકામ થાય અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે સમિતિના સભ્યો સમયાંતરે મિટિંગો લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

હુન્નરશાળા ફાઉન્ડેશનની ટેકનિકલ ટીમના સભ્યો કરમસિંહ ભાઈ રંગાણી, આદિત્ય તથા હિરેનભાઈ દ્ધારાસાઇટ વિઝિટ કરી લોકોને તથા કારીગરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, તથા સમિતિના સભ્યોને મળી કામ સુચારું રૂપે આગળ વધે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ સાથે શહેરના બીજા વિસ્તારો આઇ.ડી.સી. રીલોકેશન સાઇટ તથા ભીમરાવનગરમાં પણ કામની શરૂઆત ટૂંક સમયમાં જ થઈ રહી છે.

Author
ramesh.chauhan's picture