ભુજમાં અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ છઠ્ઠીબારી મહિલામંડળ દ્વારા'મુશાયરો' યોજાયો.

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ' ની ઉજવણી અંતર્ગતમાં અનેક સંસ્થાઓ અને મંડળો દ્વારા વિવિધ પ્રકારની ઉજવણીઓ કરવામાં આવે છે. શહેરમાં મહિલાઓ અને બાળકો માટે સતત કાર્યશીલ એવા ભુજ છઠ્ઠીબારી મહિલામંડળ દ્વારા ભુજમાં છઠ્ઠી બારી રિંગ- રોડ ખાતેના 'બાલ- મંદિર'ના ચોકમાં 'કાવ્ય નિર્જરી'ની મહિલા કવિયત્રીઓના મુશાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૭ જેટલી કવિયત્રીઓએ 'અષાઢ' અને 'વરસાદ' ને લગતી સ્વરચિત કવિતાઓ રજુ કરીને ભાવકોની દાદ મેળવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા કવિ જયંતિ જોશી 'શબાબ' અને મદનકુમાર અંજારિયા 'ખ્વાબ' એ રજુઆતને બિરદાવી હતી.

મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદ્ય 'અમી' એ સ્વાગત પ્રવચન કર્યું હતું. રમીલાબેન મેહતા એ 'કાવ્ય નિર્ઝરી'ની સંસ્થાકીય વિગતો આપી હતી. કવિયત્રી અરુણા ઠક્કર 'માધવી' એ રસાળ શૈલીમાં મુશાયરાનું સંચાલન કર્યું હતું.

Author
Kant's picture