૭મી એપ્રિલ : વિશ્વ આરોગ્ય દિન

વિશ્વભરમાં સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવાય છે. થઇ હતી.ગત વર્ષોમાં મહા ભયંકર રોગો શીતળા, ક્ષય, મલેરિયાના સુક્ષ્મ જીવોનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબ્લ્યુ.એચ.ઓ.મહત્વની કામગીરી કરે છે. આ દિવસે લોકોને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ જગ્યાએ ચર્ચાસભાઓ, સેમીનાર, પ્રદર્શન, માર્ગદર્શન કેમ્પ વગેરે યોજવામાં આવે છે. આજની દોડધામ ભરી જીંદગીમાં માનવી કુદરત શબ્દ જ ભૂલી ગયો છે.કુદરતી શક્તિ કે જેના દ્વારા માનવી દોડે છે તે ગુમાવતો જાય છે..સમયના અભાવે અને આધુનિક જીવન શૈલીને પરિણામે આપણે પોતાના શરીર માટે ખુબ જરૂરી એવા ભૂખ, તરસ, ઊંઘ જેવી બાબતો પ્રત્યે બેદરકાર બનવાને પરિણામે શરીરને રોગોનું ઘર બનાવી દીધું છે.અવિરત ચાલતી જિંદગી સાથે તાલ મિલાવવા ઝડપથી સજા કરે તેવી દવાઓ કે જે લાંબા ગાળે તો નુકસાન જ કરે છે તેનો આડેધડ ઉપયોગ કરીએ છીએ.ચટાકેદાર સ્વાદ માટે બહારનું ખાવાનું જે ખરેખર બહારથી સારું દેખાય છે તે અંદરખાને સ્વાસ્થ્યને નુકસાન કરે છે, તે અપનાવી જાતે જ રોગોને આમંત્રણ આપીએ છીએ.અર્વાચીન સંસ્કૃતિની હવથી અલિપ્ત થતો જાતો આજનો માનવી અજ્ઞાન અથવા સ્ટ્રેસથી મુક્ત થવા વ્યસનોને રવાડે ચડ્યો છે.ત્યારે કુદરતે છુટા હાથે લહાણી કરી છે, તેવા પાંચ તત્વોનું સેવન કરવાનું તો ભૂલી જ ગયો છે. સમગ્ર સૃષ્ટિમાં આવેલા વનસ્પતિ, વૃક્ષો, માનવી, પશુ, પંખીઓ એકબીજાના અવિભાજ્ય અંગ છે અને ખાસ તો લીમડો, પીપળો, વડ, આસોપાલવ, આંબો તો ધાર્મિક, આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી, શોભાની દ્રષ્ટિએ આપણા જીવનમાં ખુબ અગત્યનું સ્થાન ધરાવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ઘરના સંસ્કાર, પવિત્રતા અને ધાર્મિકતા વધારનાર આ વૃક્ષો આરોગ્યની રીતે પરમ ગુણકારી હોવાથી એમને આપની આસપાસ ખાસ સ્થાન મળ્યું છે.એમાં ય સર્વોપરી લીમડો આ ચૈત્ર માસમાં ખાસ યાદ કરાય છે.એની પાછળનું કારણ તેની વિશિષ્ટતા એ છે કે તમામ પ્રકારની અસુવિધાઓમાં પણ મસ્ત લહેરાતું આ વૃક્ષને આયુર્વેદમાં મહર્ષિ ચરક, સુશ્રુત, ધન્વાન્તારી જેવા મહાન વૈદિકશાસ્ત્રીઓએ અનેક પ્રકારના રોગો મટાડવા માટે લીમડાને ઉતમ ઔષધ તરીકે સ્થાન આપ્યું છે. કુદરતના મુખ્ય પાચ તત્વો:જળ, ભૂમિ, હવા, પ્રકાશ અને અગ્નિ જે ખરેખર માનવજીવન માટે અગત્યના છે.આ પંચમહાભૂતનો જ આપનો દેહ બનેલો છે.દવાથી છુટકારો અપાવતી, રોગીને સાજો કરતી, પ્રતિકાર ક્ષમતા વધારતી આ પાચ તત્વોનો ઉપયોગ કરી વપરાતી નેચરોપથી(કુદરતી ઉપચાર)જીંદગીમાં અપનાવવાથી જરૂર શાંતિભરી જિંદગી જીવી શકીએ છીએ.કુદરતના આ પંચમહાભૂતનો ઉપયોગ કરી વિવિધ થેરાપી દ્વારા દર્દીને દીર્ઘસ્વાસ્થ્ય પૂરું પાડે છે. જયારે સામાન્ય વ્યક્તિઓને હંમેશ સ્વસ્થ રાખે છે. હળવી કસરતો –યોગ-ધ્યાન-પ્રાણાયામને રોજબરોજના જીવનમાં વણી લેતા માનસિક સાથે શારીરિક ઘણો જ ફાયદો થાય છે.આમ, રોગી મનુષ્યે રોગોથી છુટકારો મેળવવા, સ્વસ્થ મનુષ્યે સ્વસ્થતા લાંબો સમય જાળવી રાખવા પોતાના શરીર માટે થોડો સમય કાઢી એક વાર નજીકના કુદરતી ઉપચાર કેન્દ્રની મુલાકાત લઇ ચિકિત્સકની સલાહ બાદ નિયમિત કુદરતી તત્વોનું સેવન કરી કુદરતી જીવન અપનાવવું જોઈએ.તો જરૂર સ્વસ્થ માનવ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ દેશનું સ્વપ્ન સાકાર થાય.
Author