૨૨ માર્ચ : વિશ્વ જળ દિન : “પાણીના છે મોંઘા મૂલ, વેડફવાની કરશો ના ભૂલ..”

સાબરમતી નદીના કિનારે મુખશુદ્ધિ કરવા પૂ.ગાંધીજી રોજ માત્ર એક નાની લોટી જેટલું જ પાણી વપરાતા, એ જોઈ કોઈએ અમને પૂછ્યું:’બાપુ,આવડી મોટી નદીમાં પાણીની ક્યાં ખોટ છે તે તમે આવડો લોભ કરો?’ત્યારે મહાત્મા એ આપેલો જવાબ આજે આપણે પણ સમજવા જેવો છે,તેમણે કહ્યું કે “ભાઈ,આ નદી મારી એકલાની થોડી છે?પશુ,પંખી,જીવજંતુ,અન્ય મનુષ્યોનો પણ એના પર હક છે ને ભાગ છે.ને આમ પણ જો હું મારા હક કરતા એક પણ ટીપું વધુ લઉં તો હું ઈશ્વરનો ગુનેગાર જ ગણાઉ ને?”કહેવાનો મતલબ એ છે કે જીવનમાં કંજુસાઈ નહિ પણ કરકસર ખુબ જરૂરી અને અપનાવવા જેવો ગુણ છે.જો આપણે ખાસ કરીને પાણીની બાબતમાં આ ગુણ કેળવીએ તો પાણી બચાવોના અભિયાનો હાથ ન ધરવા પડે કે ન તો ભવિષ્યમાં પાણી બાબતે થનારા ત્રીજા મહાયુદ્ધની ચિંતા સેવવી પડશે. તમામ જીવ સૃષ્ટિ પાણીમાં જ ઉદભવી છે એ તો નિર્વિવાદ સત્ય છે.આજે વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ શોધવા માટેના સંશોધનોમાં પ્રથમ પાણીની શોધને પ્રાધાન્ય આપે છે.કેમકે પાણી વગર જીવ તાકી જ ન શકે.આદિમાનવ જયારે સ્થિર જીવન ન જીવતો ત્યારે પણ પાણી મળે તે જગ્યાએ પડાવ નાખતો.આમ મોટાભાગની સંસ્કૃતિ પાણી મળે તેવા કિનારે જ વિકસી છે...આમ ‘જળ એ જ જીવન છે’ એ ઉક્તિ સાર્થક થાય છે. દુનિયામાં મહાસાગરો,નદી,તળાવો,ઝરણાઓ વગેરેનું મળીને કુલ ૯૯% પાણી ખરું છે.માત્ર ૧% કે તેથી પણ ઓછું પાણી જ પીવાલાયક છે.ત્યારે જળબચાવ એ આજની સહુથી અગત્યની જરૂરિયાત બની ગઈ છે.પાણીનો બિનજરૂરી વપરાશ અને વેડફાટને કરને જ પાણીની તંગી ઉભી થઇ છે.વધતી જતી વસ્તી અને તેના પરિણામે વધતા ઔદ્યોગીકર, શહેરીકરણને કારણે પાણીની માંગ અને ખપત પણ વધી ગઈ છે. અધધધ જરૂરીયાતને સંતોષવા પાણીના તળ વધુ ને વધુ ઊંડા જતા ગયા છે.જેના પરિણામે પાણીમાં ક્ષારોનું પ્રમાણ વધી ગયું છે.જે નિવારવા પાણીને શુદ્ધ કરતા મશીનોનો વપરાશ પણ વધ્યો જેના દ્વારા વેસ્ટ પાણીનો બગાડ એ પણ પાણીની અછતનું એક કારણ બની ગયું છે.કેમકે એ મશીનોમાં એક ગ્લાસ શુદ્ધ પાણી મળતા ૩ ગ્લાસ પાણી વેડફાય છે!! જો આ પાણીનો રિયુઝ કર, ગાર્ડનીંગ કે ઘરના અન્ય કામમાં વાપરીએ તો ઠીક છે નહિ તો કેટલું બધું પાણી નકામું જાય છે....!આથી બિનજરૂરી પાણીનો વપરાશ ને વેડફાટ અટકાવીએ.સમયાન્તરે કુવા,તળાવો,બોર રીચાર્જ કરાવતા રહીએ.નદીઓ પર બંધ બંધાવી પાણીનો સંગ્રહ કરીએ, ખાસ તો ઘરે ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા કરી,પાણીનું ટીપે ટીપું બચાવીએ.’તમે પાણી બચાવો, પાણી તમને બચાવશે’..તે ઉક્તિ ખરા અર્થમાં નહિ સમજીએ તો ભગવાને “અગમવાણી”માં કહેલું તેમ “ભવિષ્યમાં નદીની પહોળાઈ ગાડાના બે પૈડા વચ્ચેની જગ્યા જેટલી થઇ જશે.”કદાચ સાચું પડી જાય તો નવી નહિ! આ અગમવાણીની ભયંકરતા જે સમજશે તે પાણીની કિમત નહિ પણ કીમતી પાણી છે તેવું સમજતા જરૂર થઇ જશે..તો ચાલો,આજે જ ‘જળ બચાવ’ એ પાચ અક્ષરને સમજી જીવનમાં ઉતારીએ!
Author