૨૧ માર્ચ, "વિશ્વ વન દિન"- કુદરતના સંતુલનમાં સહભાગી થઈએ

આપણે ભાતભાતના રંગોના સંયોજન વડે,વિવિધ ડીઝાઈનો,અથાક મહેનતથી સુંદર રીતે તૈયાર કરેલી રંગોળી કોઈ અવળચંડા મિત્ર,ભાઈ કે બહેન પળવારમાં બગાડી નાખે,ત્યારે આપણને કેટલું દુ:ખ થાય?કેટલો ગુસ્સો આવે?આપને પણ કુદરત સાથે આવું જ કર્યું છે ને? કુદરતે જીવ,પરની,વન્ય સૃષ્ટિના સંયોજન વડે સુંદર મજાની રંગોળી બનાવી છે!! પણ, માનવીએ પોતાની બુદ્ધિ કામે લગાડી,વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા અનેક સુખાકારીના સાધનો શોધી,કુદરતના ચક્રમાં ખલેલ પહોચાડી છે.સુંદર સંયોજન વાળી પર્યાવરરૂપી રંગોળીને વેર વિખેર કરી દીધી છે. આધુનિક ઉપકરણોની શોધ અને અતિ વપરાશથી તથા વૃક્ષો વાવી ઉછેરવા પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાને પરિણામે વાતાવરણમાં વધતા કાર્બન ડાયોકસાઈડે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી કરી છે.આ સમસ્યાનો એક માત્ર ઉપાય અનેકાનેક ઔષધિઓ સહીત છાયો,ફળફૂલ,લાકડું વગેરે અનેક વસ્તુઓ સાથે મુખ્ય ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ આપતા વૃક્ષો જ છે.ઉપરાંત બિનપરંપરાગત અને પ્રદુષણ વધારતા ઉર્જસ્ત્રોતોનો બિનજરૂરી વપરાશ ઘટાડી,પરંપરાગત ઉત્જસ્ત્રોતો વાપરી,પર્યાવરણ બચાવીએ.એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે.જેની સમાજ આપવા અને તે અંગે જાગૃત કરવા માટે ૨૧ માર્ચ “વિશ્વ વન દિવસ”તરીકે ઉજવાય છે. કુદરતને સાચવવાની આપણી નૈતિક ફરજ બની જાય છે.કારણકે પ્રકૃતિ તો હમેશા એક કદમ આગળ જ ચાલે છે પણ માનવીની વિચારધારા,આકાશને આંબવાની ઘેલછા અને સ્વાર્થ વૃતીએ કુદરતના નિયમોને ભૂલી જતા,પ્રકૃતિનેય એકાદ કદમ પાછળ મૂકી દીધી છે.ભાવી પેઢીને સ્વસ્થ,સુરક્ષિત,આનંદિત જીવન જીવવા દેવા માટે કુદરતના અમુલ્ય વારસાનું જતન અને જાળવણી કરવા કુદરત સાથે જ ચાલવું પડશે. આ ક્ષણથી જ સંકલ્પ કરીએ,વૃક્ષો વાવી તેને સવર્ધન કરીએ,દરેક ઘરમાં બાળકના જનમ સમયે માતા પિતા અને તે સમજણું થાય ત્યારથી એના જ હાથે દર જન્મદિને ઓછામાં ઓછું એક વૃક્ષ વવળાવીએ,,લગ્નબંધને બંધાતા દંપતી પણ આ નિયમ અપનાવે,આપણે સહુ મિત્ર વર્તુળમાં સારા પ્રસંગોએ એક છોડ ભેટ આપી,વધુ ને વધુ વૃક્ષો વાવી કુદરતના સંતુલનમાં સહભાગી થઈએ...અને આપણા તથા આપણી ભાવી પેઢી માટે છાયડા અને ઠંડકની વ્યવસ્થા કરતા જઈએ..!
Author