૧૬ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન

સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે. 
પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે. જે સૂર્યના હાનીકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ માનવીની સ્વાર્થી વૃતિ અને વગર વિચાર્યે કરતા કાર્યોને પરિણામે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઇ રહ્યું છે. એ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે. ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે.  જાગૃત નાગરિકો,સંસ્થાઓ,ઉત્પાદકોએ આશરે ૯૧૯૦ ટન ઓઝોનવાળા પદાર્થોનો વપરાશ ક્રમશઃ ઘટાડ્યો છે. ઉપરાંત ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ કે ઓછા કરી નાખ્યા છે.
માનવીના ભૌગોલિક સુખની ચીજવસ્તુઓમાંથી નીકળતા વાયુઓ ઓઝોન વાયુના પડને પાતળું બનાવે છે. જેના મુખ્ય 3 વાયુઓ ક્લોરીન,ફ્લોરીન અને કાર્બન એટલે સી. એફ. સી.  જે વાતાવરણમાં વધુ પ્રમાણમાં જાય ત્યારે ઓઝોનમાંથી ઓકસજન વાયુ છૂટો પડે છે અને ઓઝોનનું પડ તૂટે છે.  આ માટે જવાબદાર  રેફ્રીજરેટર, એરકન્ડીશનર, પરફ્યુમ તરીકે વપરાતા સ્પ્રે મુખ્ય છે. આમાંથી નીકળતો ઓઝોન વાયુ ખુબ જ હલકો અને ગંધવિહીન હોવાથી વાતાવરણમાં ઉપર જી ૧૮ કિમીએ આવેલા પટ્ટાને તોડે છે. જે આપણા માટે રક્ષા કવચ છે, એ ગાબડું મોટું થતાં થતાં જો સાવ ખતમ થશે તો દક્ષિણધ્રુવ જેવી પરિસ્થિતિ સર્જાશે. આ રક્ષાકવચ તૂટવાનું ભયંકર પરિણામ આપને અત્યારે અનુભવી રહ્યા છીએ તે ગ્લોબલ વોર્મિંગ. .
આમ આપણું રક્ષાણાત્મક ઓઝોનનું આ પડ તૂટશે તો. . . . .

1024px-hand_foot_mouth_disease_adult_36years.jpg
-ચામડીનું કેન્સર અને ચામડીના રોગો વધશે,
-વનસ્પતિના બીજનું અંકુરણ મોટું થશે અને પાંદડા નાના બને છે, ઉત્પાદનમાં ઘટાડો થશે.
-છીછરા પાણીની વનસ્પતિ અને માછલીઓનો  નાશ થશે.
ઓઝોન સ્તરમાં ગાબડું પડતું અટકાવવા રોજીંદા જીવનમાં આટલું અપનાવીએ. .
- ઠંડા પીણા, ફ્રીજ,એસી. નો ઓછો ઉપયોગ
-ડીસ્પોજેબલ ગ્લાસ અને પ્લેટની જગ્યાએ સ્થાનિક પાંદડા કે  સ્ટીલના વાસણનો ઉપયોગ કરીએ.
-ઓઝોન સહાયક ઉપકારણોનો ઉપયોગ કરીએ.
-ઓઝોનને નુકસાનકર્તા પરિબળો વિરુદ્ધ અવાજ ઉઠાવીએ.
જો આપણે આપણી રહેણી કરણીમાં ફરક નહિ લાવીએ તો ૨૦૫૦ સુધી વિશ્વ એક થનગનતો ગોળો બનીને રહી જશે. સરેરાશ તાપમાન ૧૦૫ થી ૪૦૫ સે. થઇ જશે અને અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ માનવ વગરની માત્ર એક ગ્રહ બની રહી જશે. તો આવો અત્યારથી જ ઓઝોન આવરણને અખંડ રાખવા કટિબદ્ધ બનીએ.

Topics: 
Author
Jagruti Rasiklal Vakil's picture