૧ ડીસેમ્બર –વિશ્વ એઇડ્સ દિવસ

સહુ પ્રથમ ઈ. સ. ૧૯૮૮મા શરુ થયેલ એઇડ્સ દિવસ દર વર્ષે ખતરનાક અને જીવલેણ રોગ એઇડ્સ વિષે સમાજ અને સહાનુભૂતિનો સંદેશો આપે છે. એચ. આઈ. વી. વાઇરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સહુથી મોટી સમસ્યા છે. આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારવા કારણભૂત છે. આ રોગ થયા પછી દર્દીને દવા કરતા લાગણી અને હુફની બહુ જરૂર પડે છે. એક સંશોધન મુજબ આ રોગની ગંભીરતા એ છે કે  નવા ચેપગ્રસ્ત બનતા લોકોમાં અડધાથી વધુ ૨૫ વર્ષની ઉમરના અને તે ૩૫ વર્ષ સુધીમાં તો મૃત્યુ પામે છે. વિકાસશીલ દેશોમાં જ ૯૫ ટકાથી વધુ લોકો એઇડસ પીડીત છે.
સામાન્ય રીતે આ રોગના પોતાના કોઈ આગવા ચિહ્નો નથી છતાં રોગપ્રતિકારક શક્તિનો ક્રમશઃ ઘટાડો થતા આવી વ્યક્તિ એઇડ્સગ્રસ્ત થયાની શંકા રહે છે. ઉપરાંત શરીરમાં વજનમાં માત્ર એક જ માસમાં 10 ટકા કે તેથી વધુ ઘટાડો થાય છે, ઝાડા, ઉધરસ અને તાવ પણ એક માસથી વધુ સતત રહે છે. ચામડી પર ડાઘ પડે અને ખંજવાળ, જીભ પર છરી બઝ્વી, શરીરની લસીકા ગ્રંથીમાં સોજો જેવા અન્ય લક્ષણો જોવા મળે છે.
આ રોગથી બચવા સહુથી અગત્યનો અને મુખ્ય ઉપાય ભારતીય સંસ્કૃતિ મુજબ મર્યાદાપૂર્ણ જીવન જીવવું અને નૈતિક જાતીય સંબંધો અર્થાત જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવું.  ઉપરાંત ભાવી પેઢી માટે ખાસ કિશોરાવસ્થામાં જ એઈડ્સની સમજ આપતા કાર્યક્રમો રાખવા,  શાળામાં જાતીય શિક્ષણ આપવું અનિવાર્ય બની ગયું છે.  એઇડ્સ સંબંધી સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવારનો યોગ્ય ઉપયોગ કરવો.

Author
Jagruti Rasiklal Vakil's picture