પર્યાવરણના જતનમાં જોડાઇએ !

આજથી વીસ વર્ષ પહેલા, ઇતિહાસ પરિષદ દ્વારા યોજાએલ પ્રવાસ દરમિયાન ચેરનુ ગાઢ જંગલ ને જોઇ ને અમે ખૂબ આનંદ સહ પ્રભાવિત થઇ ગયા હતા. શું કચ્છમાં પણ આવુ જંગલ હોઇ શકે ?
એ અમારી કલ્પના બહાર હતુ.. ને .. ને... આજે એ જંગલ નો ફોટો જોતાં, દિલ ભરાઇ આવ્યુ !

આવુ કેમ થયુ ? આવુ એકાએક તો નહિ થયુ હોય. તો, ઘટતા જતા જંગલની કોઇ એ ચિંતા કેમ નહિ કરી હોય ? !

ભલે, આપણી નવરચિત સ્વૈચ્છિક સંસ્થા........ ''Environment Rescue - ENVIR'' .... હજુ પા..પા..પગલી માંડે છે પણ મારા જેવા ૨ કે ૪ ને બાદ કરતા ...બધા યુવા મિત્રો છે. સૌમાં, કશુંક ખાસ કરી બતાવવા નો ઉત્સાહ-થનગનાટ છે. નિષ્ઠા છે, ભાવના છે. તો..ચાલો, જે કઇ વિઘ્ન હોય , સાથે મળી ને દૂર કરી દઇએ પણ આ પ્રોજેક્ટ હાથ પર લઇ લઇએ .

કચ્છ ની ભૌગોલિક ભવ્યતા જોવા પ્રવાસીઓ ને ખેંચી લાવવા ની આ ભૂમિ મા તાકાત છે. કચ્છ ની ભવ્ય અદભુત અજાયબી ને... ચાલો, વિશ્વ સમક્ષ મુકવા જેવી સક્ષમ બનાવીએ.

Author

Contributors and sources for this content