કચ્છ એટલે કોમી એકતા ની ભૂમિ..સદ ભાવના પર્વ ; સુભગ સંયોગ !

મું ભાયો તડ હિકડો, તડ તાં લખ-હજાર;
જુકો જીતાનું લન્ગીયો, ઊ ઉતાનું થ્યો પાર
- દાદા મેકરણ

કચ્છ ના સંતો એ આવા સુંદર સંસ્કાર આપ્યા છે. આ તો એક ઉદાહરણ માત્ર છે. એના પરિણામ સ્વરૂપે કચ્છ માં અનોખી કોમી એકતા નાં સુપેરે દર્શન થાય છે. કુદરત ઈચ્છે છે કોમી એકતા, ભાઈચારો, માનવતા..!! યોગાનુયોગ આ વખતે અષાઢ મહીને.. રથ યાત્રા- કચ્છી નવું વર્ષ અને ઈદ, એક જ દિવસે આવ્યાં હતાં. કુદરત ને હજુ પાક્કું કરાવવું છે. હવે, માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રી અને કરબલા ના શહીદો ની યાદમાં મનાવાતા મોહર્રમ ના તહેવારો એકસાથે આવ્યા છે. ! પરસ્પર સદભાવથી આ પર્વો ઉજવાય, એકબીજા ધર્મો નું પૂરું સન્માન જળવાય, કોમી એકતા મજબૂત થાય એ માટે ચાલો, આ પર્વોને આપણે 'સદભાવના પર્વો' તરીકે ઉજવીએ. એ પ્રકારે રાષ્ટ્ર મજબૂત થાય એવી શુભકામના સેવીએ !!
લોહીના સંસ્કાર..કચ્છ ના લોહીમાં જ કોમી એકતા વણાએલી છે. એની મિની આવૃત્તિ એટલે કેરા. કેરા મારી કર્મ ભૂમિ હોઈ, હું એ માટે ગૌરવ લેતાં આનંદ અનુભવું છું. કેરા એટલે કચ્છ ની અનેરી કોમી એકતાનું પ્રતિક !! એની પ્રતીતિ કરાવવા સક્ષમ છે આ ઝલક..
*કેરા ના શિવદ્વારા માં શિવ ભક્ત ઈસ્માઈલ ભગતનાં પગલાં છે. એમની કબર પર લખ્યું છે.. શિવ ધામ સિધાવ્યા છે.
*બીજા એક ઈસ્માઈલભગત તાજેતર માં થઇ ગયા. એમની પૂજા માં ભગત હિંદુ-ઇસ્લામ નાં ધર્મ ગ્રંથો,માળા-તસ્બી,ગૂગલ-લોબાન ..બધું એક સાથે રાખતા. તેઓ હિંદુ કન્યા ને પરણ્યા હતા. ભજન નો શોખીન આ જીવડો, ભજન સાંભળવા ગીરનાર ચડી જતો. મોરારીબાપુ ને અમે આ વાત થી વાકેફ કરતાં બાપુ એ એમની ઝૂંપડી માં પધારી, ધન્યતા અનુભવી હતી.
* ગામ ની ગુલામલીશા ની શ્વેત દરગાહ શાંતિ અને કોમી એકતા નો મૌન સંદેશ આપે છે.
*ગામ માં બધા ધર્મો ના તહેવારો ભાઈચારાથી ઉજવાય છે.
*અહી ના શાયર ચમન ની ફિલોસોફી સભર શાયરીઓ કેરા ના કબ્રસ્તાન માં લખેલી છે. ( મેં કબરેકબર ફરી ને એ શાયરીઓ મારી ડાયરી માં ટપકાવી છે.) કારાણીબાપા ને શાયરીઓ ખૂબ ગમી હતી.
*કેરામાં એક વાર ઈદ મિલન ના પ્રમુખ બનવાનો મોકો આ લખનાર ને મળ્યો હતો. ત્યારે અધ્યક્ષીય પ્રવચન માં મેં કહ્યું હતું,
..ભારત- પાકિસ્તાન જો કેરા ના પગલે ચાલે તો બંને દેશો વચ્ચે કોઈ સમસ્યા ના રહે.
*ગામ ના જેરાજભાઈ પીરભાઈ અને લાડક્ભાઈ સોમજી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવાનાં શ્રદ્ધેય નામ છે.
*યુગાન્ડા ના તાજ વિનાના રાજા અલીદીના વિશ્રામ કેરા ના. કમ્પાલા માં એમના નામની સ્ટ્રીટ છે. મોમ્બાસાની હાઈસ્કૂલમાં એમની પ્રતિમા છે. જે, ત્યાં એક માત્ર ભારતીય મહાનુભાવ નું પ્રતિનિધિત્વ કરે છે.
*જેમને .. વીસમી સદી ના ગુજરાતી સાહિત્ય ના ઉદઘાટા.. કહી શકાય એ..હાજીમહમદ અલ્લારાખ્યા શિવજી કેરા ના. જેમણે .. વીસમી સદી .. સામયિક દ્વારા અનેક સાહિત્યકારો, ચિત્રકારો ને પ્રગટ કર્યા. ૭૫ વર્ષ થી મુસ્લિમ ફળિયા માં રહે છે નાગર પરિવાર. કેરા ના ખોજા-મુસ્લિમ ફળિયા માં અમે ૧૮ વર્ષ રહ્યા. સર્વત્ર ભાઈચારો જોયો. સ્વ.ઝવેરીલાલભાઈ અંજારિયા નો પરિવાર તો છેલ્લાં ૭૫ વર્ષ થી મુસ્લિમ ફળિયા માં વસે છે ! આનાથી મોટું કોમી એકતા નું બીજું દૃષ્ટાંત ક્યાં શોધવું ?
કેરા નામ અંગે અમને નિશાળ માં 'કચ્છનો ઈતિહાસ' પુસ્તક દ્વારા શીખ્યા કે,.. મોડ-મનાઈ એ રૈયત (લોકો) પર જ્યાં કાળો .. કેર .. કર્યો એટલે એ ગામ નું નામ કેરા પડ્યું... મેં આ બાબત એ પુસ્તક ના લેખક સાથે પણ ચર્ચા કરી હતી કે મને આ વાત યોગ્ય જણાતી નથી. કેરા નામ મને તો વનસ્પતિ પ્રભાવિત લાગે છે. ક્રિયાપદ પર થી ગામ નામ પડે નહિ..એ લેખક પણ વિચાર કરતા થઇ ગયા હતા.
સો શહેરાઈ = એક કેરાઈ... કેરા માટે કહેવત છે.. સો શહેરાઈ બરાબર એક કેરાઈ .., સાચે જ યથાર્થ છે

- જગદીશ ચં. છાયા ' શ્રેયસ '

Author
jagdishchandra.chhaya's picture