હાથીસ્થાન કન્યા શાળા-ભુજ

હાથીસ્થાન શાળાનો ઈતિહાસ

હાથીસ્થાન શાળાની શરૂઆત ઇ.સ.૧૯૫૧માં થયેલી જે સરપટ નાકા વિસ્તાર ભુજ વોર્ડ નંબર – ૨ માંઆવેલી છે. જેમાં રાજાશાહીનાં કાર્યકાળ દરમ્યાન રાજાના હાથી માટેનો ગોડાઉન હતો. તેમજ શાળા કમ્પાઉન્ડમાં સરકારી અનાજના ગોડાઉન પણ હતા.શાળાની શરૂઆત ઉમિયાશંકર ગોરે ૧૫/૮/૧૯૫૧ કરી હતી. જેમાં શરૂઆતમાં ખાનગી શાળા તરીકે કરેલી અને તેમાં કન્યાકેળવણી ઉદેશથી અભ્યાસની શરૂઆત કરેલી. ત્યારબાદ સરકાર હસ્તકની મંજૂરી મળી અને સરકાર હસ્તક કાર્યરત કરી. ઇ.સ.૨૦૦૧ના ભૂકંપ બાદ નવી શાળાનું બાંધકામ(શાળા નિર્માણ) કાર્ય થયું અને હાથીસ્થાન કુમાર અને કન્યા વિધાલય એક જ કમ્પાઉન્ડમાં શરૂ થયા. ત્યારે ૬૦૦ કુમાર અને ૪૦૦ કન્યાઓ અભ્યાસ કરતી હતી અને ૨૬ શિક્ષકો નો સ્ટાફ હતો. તેમજ તે સમયમાં ખત્રી મુસલમાન, હરીજન અને રાજગોર જ્ઞાતીના બાળકો આવતા હતા. અને તેમનો મુખ્ય બાંધણીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. અને ઇ.સ. ૨૦૧૨-૨૦૧૩માં ૩૧૦ કુમાર અને ૩૩૧ કન્યાઓ અભ્યાસ કરે છે અને ૨૬ શિક્ષકો નો સ્ટાફ છે.

Author
Hathisthan Kanya Shala's picture