કચરો વીણતા પરિવારોના ઝુંપડાં સોલાર લાઇટથી ઝળહળ્યાં !

શહેરમાં કચરો વીણીને સાંજ ઢળતાં માંડ પેટ ભરતી કરી શકતા પરિવારો માટે પાણી, વીજળી જેવી પાયાની સુવિધા મેળવવી એક સ્વપ્ન સમાન જ હોય છે. ત્યારે ભુજની સહજીવન સંસ્થાએ આ વેસ્ટ પીકર પરિવારોની અગવડ દુર થાય એ માટે સોલાર લાઇટની વ્યવસ્થા કરી આપી છે. ૨૦૦ રુપિયાની વ્યાજબી કિંમતની આ લાઇટનું નિદર્શન આપી સંસ્થાએ પરિવારોની ઇચ્છા જાણી હતી. રાતના ભાગમાં રસોઇ કરવી અને એવા અનેક કામોમાં આ પરિવારો અંધારાના કારણે મુશ્કેલી અનુભવતા હોવાથી આ લાઇટ તેમને પસંદ પડી હતી. આર્થિક રીતે પરવડે અને વળી સૌર ઉર્જાથી ચાલતી 'ઇલેક્ટ્રોનિક ચીમની' હાથેથી ચક્કર ફરાવીને પણ વાપરી શકાય છે. ભુજના ભાનુશાલીનગર સામેના ભાગમાં રહેતા કચરો વીણતા પરિવારોએ આ લાઇટ ખરિદવાની તૈયારી દર્શાવતાં સંસ્થાના ધર્મેશભાઇ અંતાણી, ગોરભાઇ, પ્રજેશભાઇ અને અશ્વિનભાઇએ આ વિસ્તારના ૧૦ પરિવારોને સોલાર લાઇટ્સ આપી હતી.

23122014_7.jpg

Author
dharmesh.antani's picture