ભુજના સીનિયર સીટિઝન ગૃપ દ્વારા આયોજિત હાસ્ય ક્લબમાં ભુજનું હિમાયતી જુથ જોડાયું

ભુજના સીનિયર સીટિઝન ગૃપ દ્વારા આયોજિત હાસ્ય ક્લબમાં ભુજનું હિમાયતી જુથ જોડાયું હતું. હમીરસર તળાવ પાસે આવેલા દાદા-દાદી પાર્કમાં યોજાયેલા આ હાસ્ય કલબમાં જોડાવા સાથે હિમાયતી જુથે તેમની પ્રવૃતિઓ જણાવી અને સીનિયર સીટિઝન ક્લબના સભ્યોને હિમાયતી જુથને સહકાર પુરો પાડવા જણાવ્યું અને ક્લબ દ્વારા રાજીખુશી જુથને સહકાર આપવાની તૈયારી દર્શાવવામાં આવી.


આ બેઠકમાં એડવોકેટ રસિલાબેન પંડ્યા, શ્રી કનુભાઇ, શ્રી શંભુભાઇ, શ્રી બુધ્ધભટ્ટીભાઇ સહિતના સીનિયર સીટિઝન ગૃપના સભ્યો સાથે મુલાકાત થઇ. આ તમામ વરિષ્ઠ નાગરિકો પાસે ખુબ જ જાણવા જેવું અને તેમના આત્મબળને અનુસરવા જેવું લાગ્યું. તેમની સાથે થયેલી આ બેઠક હિમાયતી જુથ માટે ખુબ જ ઉપયોગી બની રહી હતી. આ પ્રસંગે ગૃપના એક સભ્યના જન્મદિવસની ઉજવણી પણ સૌએ સાથે મળીને કરી હતી.

સીનિયર સીટિઝનના સભ્યોએ હિમાયતી જુથને ગમે ત્યારે ગમે ત્યાં સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમો માટે બોલાવશે તેવું જણાવી પ્રવૃતિઓ બિરદાવિ હતી.

Author
dharmesh.antani's picture