સપ્તદલ પદમ - શ્રી ભુજ મહિલા મંડળ (છઠીબારી) ભુજ

આઝાદીના અગિયાર વર્ષ પહેલાં ૧૯૩૬માં આ મંડળની સ્થાપના થયેલ. જયારે આ મહિલા મંડળની સ્થાપના થઇ ત્યારે મહિલા મંડળમાં કોઇ સમજતું પણ નોતું. ત્યારે આ મહિલા મંડળે બહેનોના અનેક પ્રશ્નો હલ કરી વિકાસ અને કૌશલ્યનાં શિખરો સર કર્યાં હતા. એટલું જ નહી. ભુજની સાહિત્યિક, સામાજીક, સાંસ્કૃતિક પ્રવૃતિઓનો ધબકાર ઝીલના હૃદયસમુ એનું સ્થાન હતું. બહેનો દ્વાર, બહેનો માટે, બહેનોથી ચાલતી આ જાજરમાન સંસ્થા ૭૭માં વર્ષમાં પ્રવેશી છે.
અહી નવરાત્રીના ઉજવણી ૭૬ વર્ષથી અવિરત ચાલુ છે. ૨૦૦૧નું વર્ષ પણ આ વણઝારને થંભાવી નથી સકયું એ વર્ષે પણ મંડળે “મા”ની આરાધના કરેલ. ૫ વર્ષની બાલિકાથી માંડી ૭૫ વર્ષની વરિષ્ઠા પણ અહી નિ:સંકોચે, સલામતીથી ગરબે ઘૂમે છે. સાદગી, કલાત્મકતા અને સુંદરતાનો “શેરી ગરબો“નો અહેસાસ અહીંની ઉજવાતી નવરાત્રી કરાવે છે. છંદ, સ્તુતિ, પ્રાચિન-અર્વાચીન ગરબા, પ્રસાદી, લ્હાણીથી પ્રસંગ ઉજવાય છે. તેમાં મંડળ ઉપરાંત આજુબાજુ રહેતી બહેનો પણ ઉમંગથી આવે છે.

આ મંડળની પ્રવૃતિ વૈવિધ્ય સભર છે. ૧). બાલમંદિર ૨). સીવણવર્ગ - એ પોલીટેકનીક સર્ટિફીકેટ કોર્સ, ૩). સામાન્ય કોર્સ - સી ભરતગુંથણ ૪). સંગીતવર્ગ - પાÅચાત્યવાદ્ય ૫). પૌર્વાત્ય વાદ્ય સંગીત રાગ-રાગણી, વિશારદ સુધી, ૬). નૃત્યવર્ગ-ભારતીયનૃત્ય કલા ૭). પુસ્તકાલય. કુલ સાત પ્રકારની વિવિધ સંસ્કાર તાલીમ અહીં આપવામાં આવે છે.
સીવણવર્ગ: માં સરકાર માન્ય પોલીટેકનીક સર્ટી કોર્સને આધારે બહેનો પગભર થાય છે અને સામાન્ય સીવણની દાણી બહેના તાલીમ લઇને પોતાનાં સીવણવર્ગ ખોલ્યા છે. તો કાઇકને સરકારી સર્વીસ મળી છે.

બાલમંદિર: માં પાયાનાં સંસ્કારોને હસતાં રમતાં જ્ઞાન આપવામાં આવે છે. (રાહતભાવે)
નૃત્યવર્ગ: નૃત્યવર્ગમાં ખાસ ભારતીય નૃત્યજ શિખવવામાં આવે છે.

સંગીતવર્ગ : એક સંગીત વર્ગમાં પૌર્વાત્ય વાદ્ય સુગમ તથા શાસ્ત્રીય સંગીત વિશારદ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. બીજા સંગીતવર્ગમાં પાÅચાત્યવાદ્ય ઓટો ડ્રમ વગેેરે શિખવવામાં આવે છે. આ સંગીત અને વાદ્યસંગીતના સહારે કેટલાયે તાલીમાર્થીઓ નવરાત્રીમાં સાજિંદાબ ની પોતાનો બાર મહિનાનો ખર્ચ કાઢી લે છે. એટલું જ નહી. પણ રાજયકક્ષાના યુવા મહોત્સવમાં પથમ નંબરના પારિતોષિક પણ પ્રાત્ત કરે છે.

પુસ્તકાલય : વાંચનાલય દ્વારા બહેનો પોતાનું જ્ઞાન વધારી દેશ અને દુનિયાનાં પ્રવાહોથી પરિચિત થાય છે. આમ સાત પ્રકારની કાયમી પ્રવૃતિઓ તો આ મંડળ કરે જ છે. તદુપરાંત સમાજલક્ષી સેવાઓ સાથે બહેનોમાં વધુને વધુ જાગૃતી આવે, તેમની માનસિક શકિતઓનો વિકાસ થાય એ માટે પણ અનેક વિધ કાર્યક્રમો કરે છે.

• સાહિત્યિક કાર્યક્રમો : ૧). કાવ્ય સર્જન – સ્વરચિત કાવ્યો, - “દીકરા” શીર્ષક અંતર્ગત કાવ્યો ૨). કાવ્યપઠન ૩). મશાયરો ૪) પાદપૂર્તિ (સ્વરચિત) ૫). લદ્યુકથાલેખન સ્વરચિત ૬). નિબંધલેખન ૭). વકતૃત્વ સ્પર્ધા ૮). સાંપ્રત પ્રશ્નોની ગોષ્ઠી.

• કલા : ૧). રંગોળી સર્જન, ૨). રાખડી સર્જન, ૩). ચિત્ર સર્જન ૪). મૂર્ધન્ય સાહિત્યકારો, વંદનીય પુરૂષોની શતાબ્દી વંદના ૫). દેશભકિત ગીત સ્પર્ધા ૬). આષાઢીબીજના કચ્છી ગીત લોકગીતની સ્પર્ધા વડે કચ્છીયતનું સંવર્ધન ૭). કચ્છી સાહિત્યકારો ઉમિયાશંકર અજાણી, વ્રજગજકંધ, શબાબનાં વ્યાખ્યાનો ૮) ઉર્જાનું મહત્વ, લીલાં શાકભાજીનું મહત્વ, નમજનું મહત્વ, જેવા આરોગ્યલક્ષી કાર્યક્રમો ૯). સમાજની અંધશ્રધ્ધાને પડકારરૂપ “બેટી વધાવો“ કાર્યક્રમ, પર્યાવરણનું જતન, મહિલા સશકિતકરણ, બહેનોએ સર્જેલી વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ – આવી તો કેટલીય પ્રવૃતિ આ મંડળ દ્વારા થાય છે. અને બારેમાસ આ મંડળ ધબકતું રહે છે.

આ મંડળની સાચા અર્થમાં સેવા, અને સમાજોપયોગી પ્રવૃતિઓને કારણે (ખાસ કરીને કચ્છમાં કયાયેન હોય એવા રાહતભાવે શિશુવાટિકા અને સીવણવર્ગ માટે આર્શીવાદ સમાન પુરવાર થયેલ છે. વર્ષ ૨૦૦૯-૨૦૧૦નો શ્રેષ્ઠ મહિલા મંડળનો ખિતાબ “નહેરૂ યુવા કેન્દ્ર” દ્વારા તેને એનાયેત થયેલ છે. જે એક શ્રેષ્ઠ ઉપલબ્ધી છે.

તા. ૨૯/૩/૨૦૧૦ના ભુજના પ્રથમ નાગરિક શ્રી દેવરાજભાઇ ગઢવી અને નહેરૂ યુવા કેન્દ્રનાં જગદીશભાઇ દાફડાનાં વરદહસ્તે પ્રાપ્ત થયેલ છે.
સમયાંતરે બહેનો માટે પણ ફરીથી બાળપણને યાદ કરવા રમતોત્સવ યોજાય છે. જેમાં બહેનો ઉત્સાહથી ભાગ લે છે. તદુંપરાંત, પ્રશ્નોતરી સ્પર્ધા, યાદશકિત સ્પર્ધા, કૌશલ્ય સ્પર્ધા, ગીત સ્પર્ધા વગેરે યોજાય છે. ટુંકમાં કહીએ તો આ મંડળમાં બહેનોનુ સર્વાંગી વિકાસ થાય છે.
આ મહિલા મંડળને ભારતરત્ન - શ્રી ઇ(ંદરાગાંધી સર્વોદયવાદી, વિમલાતાઇ, કવિ સુંદરમ અને સ્વામી સચ્ચિદાનંદનો લાભ મળેલ છે.
હાલમાં મંડળની ઉત્સાહી અને કાર્યક્ષમ ટીમ આ પ્રમાણે છે. પ્રમુખ પુષ્પાબેન વૈધ, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, ખજાનચી જયશ્રીબેન ઠકકર, મંત્રી શ્રી કાશ્મીરાબેન ભટ્ટ, સહમંત્રી વીણાબેન મહેતા, સરસ્વતીબેન સોલંકી, કારોબારી સભ્ય નયનાબેન મહેતા, રેખાબેન વોરા, કમલાબેન પરમાર, હેમલતાબેન ગઢવી, ઉષાબેન ઠકકર, નીનાબેન મહેતાનો સમાવેશ થાય છે.

 

vinaben_n_maheta_0.jpg

લેખિકા,
સહમંત્રી, વીણાબેન મહેતા,
શ્રી ભુજ મહિલા મંડળ, છટ્ઠબારી

Author