સીવણકામ સાથે પગભર બનેલી મહિલાઓ

અમે શ્રીમતિ ખ્યાતિબેન ભટ્ટ અને અનિતાબેન ઠક્કર છઠ્ઠીબારી મહિલા મંડળમાં પધ્ધતિસર અને પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ માટે જોડાઈ ત્રણ વર્ષ માટેનો “ટીચર ટ્રેનીંગ ઇન નીડલ ક્રાફ્ટ” (T.T.N.C.)નો કોર્ષ કર્યો. અત્યારે શ્રીમતિ ખ્યાતિબેન ભટ્ટ શ્રી ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળમાં સિલાઈ કલાસમાં માર્ગદર્શિકા તરીકે ફરજ બજવે છે. જ્યારે કુ. અનિતાબેન ઠક્કર એ નેહરૂ યુવા કેન્દ્રના સીવણ વર્ગો ચલાવે છે. અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે.

anilaben.jpg         

શ્રીમતિ અનીલાબેન ઠક્કર

 

 khayatiben.jpg

       શ્રીમતિ ખ્યાતિબેન ભટ્ટ


અમને તે માટે ઘણો આનંદ છે અને અમે આ સંસ્થાના ઘણા આભારી રહીશું. આજે સંસ્થા દ્વારા સીવણનો હુન્નર અમને શીખવવામાં આવ્યું જેને કારણે અમે પગભર છીયે અને ઘરમાં પણ મદદરૂપ થઈએ છીયે. એટલું જ નહીં. અમારા જેવી અનેક જરૂરિયાતમંદવાળી બહેનોના જીવનમાં બદલાવ લાવવામાં આ સંસ્થા અગ્રેસર રહી છે. કેટલીક બહેનો હાઇસ્કૂલમાં સીવણ શિક્ષિકા તરીકે ફરજ બજાવી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. બહેનો માટે તો આ સંસ્થા આશીર્વાદરૂપ જ છે. આવી સંસ્થાને લાખ લાખ અભિનંદન.

Author