શ્રી ભુજ મહિલા મંડળ, છઠ્ઠીબારી દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

મહિલાઓ ના વિવિધ વિષયે કાર્યરત ભુજ શહેરની વરિષ્ઠ સંસ્થા શ્રી ભુજ મહિલા મંડળ, છઠ્ઠીબારી દ્વારા તારીખ ૨, ૩, અને ૪ ઓક્ટોબર ના ત્રણ દિવસ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી, સિલાઈ તેમજ મહેંદી ની વિવિધ સ્પર્ધાઓના આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મંડળના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.
બહેનોના રસના વિષયોની આ સ્પર્ધામાં વિવિધ જ્ઞાતિની બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. બહેનોએ તેમનામા રહેલી વિવિધ કળાઓને આ સ્પર્ધાના મધ્યમ દ્વારા ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી. દરેક સ્પર્ધમાથી પ્રથમ ત્રણ સ્પર્ધકો જાહેર કરવામાં આવ્યા હતા.
મહેંદી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પાયલ કબીરાએ મેળવ્યું હતું જ્યારે દ્વિતીય અને તૃતીય ક્રમે સલમા શેખ અને અંજલિ બલિયા રહ્યા હતા. વિશિષ્ટ પ્રકારની સિલાઈની સ્પર્ધામાં પ્રથમ ક્રમ સપના મહેશ્વરીને મળ્યો હતો તેમજ મીરલ પટેલ અને નસિમ થેબાને બીજું અને ત્રીજું સ્થાન મળ્યું હતું. આકર્ષક રંગોળીઓ બનાવીને અનુ કબીરા રંગોળી સ્પર્ધામાં પ્રથમ રહ્યા હતા તેમજ બાકીના બે વિજેતાઓમાં પાયલ કબીરા અને મીરલ પટેલના નામ જાહેર થયા હતા. સંસ્થા તરફથી તમામ વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા॰
ત્રિદિવસીય કાર્યક્રમમાં દરેક સ્પર્ધાના નિર્ણયકો તરીકે કશ્મીરાબેન ભટ્ટ, જયશ્રીબેન ઠક્કર, રેખાબેન વોરા, નયનાબેન મહેતા, ઉષાબેન રચ્છ તથા વિણાબેન મહેતા રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તેમજ આભરવિધિ કશ્મીરા ડી. ભટ્ટે કરી હતી. ભાનુબેન પટેલ, હેમલતાબેન ગઢવી અને કમલાબેન પરમારે આયોજનમાં સહયોગ આપ્યો હતો.

Author