શ્રી ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા બાળકો માટે યોજાયો 'સમરકેમ્પ'

શ્રી ભુજ મહિલા મંડળ- છઠીબારી દ્ધારા તા. ૨૦/૦૪ થી ૨૫/૦૪ના બાળકોનો વાંચન તરફ પાછા વાળવાનો મુખ્ય હેતુ સાથે સમરકેમ્પનું આયોજન કરાયું. જેમાં દરરોજ બાળકોને ૨૦ મિનિટ સારા અને રસપ્રદ પુસ્તકોનું વાંચન કરાવ્યા ઉપરાંત મેડિટેશન, કલર, ડ્રોઈંગ, આઉટડોર ગેમ્સ, ઈન્ડોર ગેમ્સ અને ઘર ઉપયોગી સુશોભનની વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવાય હતી.


પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધે બાળકોની વિચારશક્તિને ઉજાગર કરતી ” ક્વિઝ સ્પર્ધા”નું આયોજન કરેલ, જેમાં સૌ બાળકોએ હોંશભેર પ્રશ્નના જવાબ આપ્યા. ‘ વર્લ્ડ બુક ડે ‘ નિમિત્તે ખજાનચીશ્રી જયશ્રીબેન ઠક્કર તરફથી વાંચન સ્પ્રધા યોજાઇ, જેમાં ત્રણ બાળકોને પ્રથમ- યાશ્વી મહેશ્વરી, દ્ધિતીય- યોગિતા, તૃતીય- સાક્ષાને ઈનામ તેમજ દરેકને શાળા ઉપયોગી વસ્તુ જયશ્રીબેન ઠક્કર તરફથી આપી પ્રોત્સાહિત કરેલ. સહમંત્રીશ્રી વીણાબેન મહેતાએ બાળકોને જીવનમાં ખંત અને ઉત્સાહથી આગળ આવવા શીખ આપી. ઓલઓવર સારું કલરકામ કરનાર ત્રણ વિજેતાઓને એક શુભેચ્છક તરફથી ઇનામો અપાયા. વાલીઓ પણ બાળકના સમયનો સદુપયોગ થતાં સંતોષ વ્યક્ત કર્યો. સંચાલન મંત્રીશ્રી કાશ્મીરા ભટ્ટ અને ધરા ભટ્ટે કર્યું હતું. શ્રી ભાનુબેન પટેલે સૌને શુભાશિષ પાઠવ્યા હતા. ઇલાબેને જહેમત ઉઠાવી હતી.

- કાશ્મીરા ડી. ભટ્ટ

Author