રક્ષાબંધનના પર્વ નિમિત્તે શ્રી ભુજ મહિલા મંડળ દ્વારા યોજાઇ વિવિધ સ્પર્ધાઑ

શ્રી ભુજ મહિલા મંડળ -છઠ્ઠીબારી દ્વારા તા.૦૫/૦૮ના વિવિધ સ્પર્ધાઑ સંસ્થાના પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓ સિલાઈકામ, મહેંદી તેમજ રાખડી બનાવવા માટેની હતી. બહેનો પોતાની કલાસૂજને પારખે અને તેના દ્વારા સ્વનિર્ભર થાય તેવા હેતુથી સ્પર્ધાનું આયોજન કરાયેલ હતું. દરેક સ્પર્ધામાં ત્રણ વિજેતાઓ જાહેર કરાયા હતા.

સ્પર્ધા          વિજેતાના નામ           નંબર
સિલાઇકામ  ગીતાબેન પોકાર          પ્રથમ
"               રૂડાણી રીંકલ           દ્વિતિય
''               ધ્રુવી પોકાર            તૃતિય
મહેંદી          વાસાણી નેહલ            પ્રથમ
''               શેઠ ખુશ્બુ                 દ્વિતિય
''               ગજ્જર ચાર્મી             તૃતિય
રાખડી        વાસાણી હેમાંગી          પ્રથમ
''               સોમપૂરા ધ્રુતી           દ્વિતિય
''               દેસાઇ શ્રદ્ધા             તૃતિય

chathhibari1.jpg
દરેક સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીભાનુબેન પટેલ, વિણાબેન મહેતા, જયશ્રીબેન ઠક્કર, કમળાબેન પરમાર રહ્યા હતા. સીવણવર્ગના સંચાલિકા ખ્યાતિબેન ભટ્ટે સહયોગ આપેલ. આ પ્રસંગે હેમલતાબેન, હામીદાબેન, ઉષાબેન, રેખાબેન તથા સરોજબેન, પ્રેમિલાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને સંચાલન કાશ્મીરા ડી.ભટ્ટે કરેલ હતા .

Author