"મહિલા દિન" નિમિત્તે આસમાજીક તત્વો સામે એકજુટ બનવા અનુરોધ !

ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી  દ્વારા તમામ વર્ગની નારી એકજુટ થઈ આસમાજીક તત્વો સામે પ્રતિકાર કરી શકે તેવા હેતુથી ૮ માર્ચ આંતરરાષ્ટીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, વડીલશ્રી હેમલતાબેન ગઢવીના મધુરકંઠે જ્યોતિ કલસ છલકે... પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાઇ. કાશ્મીરાબેન ભટ્ટે મહેમાનો  શ્રીમીનાબેન  દેસાઇનું શાબ્દિક સ્વાગત કરી મહેમાનશ્રીના  હસ્તે દીપપ્રાગટ્ય બાદ કાર્યક્રમને  ખુલ્લો મૂકાયો.

પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધ તથા ઉપપ્રમુખશ્રી  ભાનુ પટેલે મહેમાનોશ્રી નું પુષ્પગુશ દ્વારા સ્વાગત કર્યુ, સમાજમાં  પ્રવતતા કૂરિવાજો  સામે અવાજ ઉઠાવતી માટીકા જાગેરે..નારી..જગ સીવાન વર્ગની બહેનો દ્વારા રજૂ કરાઇ ઉપરાંત લોકમાં ભ્રૂણ નિષેધતા  વિષે જાગૃતિ  આણવા હિન્દી લેખક અજય જન્મેયજયં ની કવિતા " મા મને જન્મ આપ..."નો ભાવાનુવાદ શ્રીપુષ્પાબેન વૈધ દ્વારા કરાયેલ જેનું ભાવવાહી પઠન  શ્રીવિણાબેન મહેતાએ કરેલ.

આજની નારીની બીજી સમસ્યા "વર્કિંગ વુમન" આધુનિક પ્રશ્નોને વાચા આપતું નાટક હિરલ સોની દ્વારા રજૂ કરાયું હતું. મોનો એક્ટિંગ ઝાંસી કી રાનીની પ્રસ્તુતિ ગોસ્વામી રીના ઉપરાંત  અંજલિ, સપના, મીરાલ, અપેક્ષા, પરવીન, સબિના વગેરેએ ભાગ લીધો બંને નાટક સીવણ વર્ગના સંચાલક શ્રીખ્યાતિબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરાયેલ.

કાર્યક્રમના અધ્યક્ષા શ્રી મીનાબેન દેસાઈએ મંડળની પ્રવુતી જે સમાજના બહેનો ભાઈઓ તેમજ નાના ભૂલકાઓ સૌ માટે ખુબજ ઉપયોગી છે તેવી સરાહના કરી, દીકરીઓની એક્ટિંગ અને સચોટ રજૂઆતથી પ્રસન્ન થઈ દરેકને રોકડા પુરષ્કાર મહેમાન શ્રી તથા સંસ્થા તરફથી અપાયેલ. અગાઉથી યોજાઇ ગયેલ મહેંદી રંગોળી તથા સીવણ સ્પર્ધાના પુરષ્કારો શ્રીમીનાબેન દેસાઇના હસ્તે અપાયા.

પ્રાસંગિક પ્રવચનમાં શ્રીરેખાબેન વોરાએ મહિલા દિનની શરૂઆત અને ઉપયોગીતા વિષે જણાવ્યું. સંસ્થાની વિવિધ પ્રવુતિઓનો અહેવાલ મંત્રીશ્રી કશ્મીરા ભટ્ટે આપ્યો. આભાર વિધિ નયનાબેન મહેતાએ કરેલ જ્યારે વર્તમાન યુગમાં સલમાત રહેવાની શીખ વડીલ શ્રી ભાનુબેન પટેલે આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી વિણાબેન મહેતાએ કરેલ, આ પ્રસંગે હામીદાબેન, મંજુલાબેન, પરવીનબેન, મીનાબેન, કમલાબેન, ઉષાબેન તથા દિપાલીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Author