ગીતાજયંતી નિમિતે યોજાયું સ્વામિ પ્રદીપાનંદજીનું પ્રવચન

શ્રી ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી દ્વારા ગીતાજયંતી મહોત્સવના ભાગરૂપે સ્વામિ પ્રદીપાનંદજીનું પ્રવચન યોજાયું. દીપ પ્રાગટ્ય બાદ શ્રી હેમલતાબેન ગઢવીએ પ્રાથના રજૂ કરી, સંસ્થાના પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધે સ્વામીજીને સંસ્થાનું સુવેનિયર અર્પણ કરી સ્વાગત કર્યું તેમજ ટૂકમાં સંસ્થાનો પરિચય આપ્યો .


પોતાના પ્રવચનની શરૂઆત કરતાં સ્વામીજી એ જણાવ્યું  કે ગીતા દરેક ધર્મની આધારશિલા છે.  પ્રત્યેક માનવીને પોતાનું કર્તવ્ય, ફરજ અદા કરવા અને ઉચ્ચજીવન જીવવાનો રસ્તો ગીતા બતાવે છે. નહેરુ યુવા કેન્દ્રના શ્રી રાહુલભાઈ જોષીએ સ્વામીજીનો પરિચય આપ્યો. પુષ્પાબેન, ભાનુબેન, સરસ્વતીબેન, કાશ્મીરાબેન, નીલાબેન અને અન્ય બહેનોએ બુધ્ધિપૂર્વકના પ્રશ્નો સ્વામિજીને પૂછ્યા જેનો પ્રત્ત્યુત્તર ગીતાના જ્ઞાન દ્વારા આપી, બહેનોની મુંજવણ દૂર કરી. સૌ બહેનોએ આનંદ અનુભવ્યો. આજના જેટ યુગમાં જ્યાં ભગવાન અને ભક્તને છેટું પડતું જાય છે ત્યાં આવા પરમાત્મા સ્વરૂપ આત્મા " સ્વામિ ' આપણને તેના તરફ દોરી જાય છે ,તે આપણું સોભાગ્ય છે તેમ મંત્રીશ્રી કાશ્મીરાબેહેને જણાવ્યું.


આભાર વિધિ ભાનુબેન પટેલે કરી ,જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાશ્મીરા બેન ભટ્ટે કર્યું

Author