છઠ્ઠીબારી મહિલા મંડળ, ભુજના સ્નેહમિલનમાં કિ-બોર્ડનો વર્ગ ખુલ્લો મુકાયો

ભુજની જાણીતી સંસ્થા શ્રી છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા તાજેતરમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે સંસ્થામાં કિ-બોર્ડ શીખવવાના વર્ગનો પણ શુભારંભ કરવામાં આવ્યો.

મર્મજ્ઞ શ્રી દિલીપભાઇ વૈદ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીતવર્ગના શ્રી કિશોરભાઇ જોષી અને વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થનાગીતથી શરુઆત કરવામાં આવી હતી. મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યા બાદ સંસ્થાના પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યએ રિબીન કાપીને કિ-બોર્ડના વર્ગને ખુલ્લો મુક્યો હતો. જયશ્રીબેન ઠક્કરે પ્રાસંગિક પ્રવચન કરતાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

વર્ગના સંચાલક શ્રી કેતનભાઇ ગોહિલે કિ-બોર્ડ પર ધુન સંભળાવી અને પોતે અહિં જ બાલમંદિર ભણ્યા હોવાનું જણાવી રૂણ અદાયગી રુપે સંસ્થાને રોકડ સહયોગ આપ્યો હતો. સંસ્થાના વરિષ્ઠ સભ્યો વીણાબેન મહેતા, સરસ્વતિબેન સોલંકી, હેમલતાબેન ગઢવી અને યેશા ઠક્કરે પોતાની કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી કાશ્મીરાબેન ભટ્ટે સંભાળ્યું હતું.

Author