છઠ્ઠીબારી મહિલા મંડળ, ભુજ દ્વારા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ ઉજવાયો

ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી સંચાલિત પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્ય મહેમાનશ્રી અને ઇનામોના દાતાશ્રી દિલીપભાઇ વૈધે બાળકોને ઇનામો આપ્યા હતા. મહેમાનશ્રી નું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલે કરેલ. જ્યારે શાબ્દિક સ્વાગત ખજાનચીશ્રી જયશ્રીબેન ઠક્કરે કરેલ.

બાળકોએ પોતાની આગવી રીતથી દોડ, મ્યુઝિકલચેર, ટોયકલેક્શન જેવી રમતો રમી. દરેક સ્પર્ધામાં ત્રણ વિજેતાઓને અતિથિશ્રી દિલિપભાઈ વૈદ્યના હસ્તે ઇનામો અપાયા. જેમાં અશ્વિ, ઇયાના, અક્ષા, દિયા, તીર્થા, અશરફ, અમન, રાજ, ખુશ, દિયા વિજેતા રહયા હતા. બાળકોને પ્રોત્સાહિત કરવા રંજનબેન ઠક્કર તરફથી અલ્પાહાર આપવામાં આવ્યો. રમતગમતના કાર્યક્રમની કમાન વનિતાબેન સોલંકી અને અવનિબેને સંભાળી.

આ રમતોત્સવમાં શ્રી વિણાબેન મહેતા, કમળાબેન પરમાર, રેખાબેન વોરા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી કશ્મીરા ભટ્ટે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Author
Chatthi Bari Mahila Mandal's picture