છઠ્ઠીબારી મહિલા મંડળ, ભુજ દ્વારા નવરાત્રિની અનોખી ઉજવણી!

જગદંબાના નામના સ્મરણાનો મહિમા અપરંપાર છે. મા જગદંબાની નવરાતત્રિ ઉતસવ એ ભારતીય સંસ્કૃતિમાં નારીનું સન્માન કરતો ઉત્સવ છે. શ્રી ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળ અને નાના વોકળા મહિલા મંડળના ઉપક્રમે સંસ્થાના પ્રાંગણમાં અનોખી રીતે નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

2333scan0021.jpg
દરરોજ આરતી, થાળ, મા ના નવ સ્વરુપોનું વર્ણન અને ગરબાના તાલે 'મા'ની આરાધના કરવામાં આવી. નવરાત્રિ ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે ઉષાબેન રાચ્છ, ભાવનાબેન, જયશ્રીબેન ઠક્કર, લીલાવંતીબેન, કાશ્મીરાબેન ભટ્ટ, નયનાબેન મહેતા, વિણાબેન મહેતા અને રેખાબેન વોરાએ સેવા આપી હતી.

આરતી શણગારમાં વિજેતા આશાબેન સલાટ, વેલડ્રેસમાં પ્રથમ ત્રણ ખ્યાતિબેન ભટ્ટ, ભાવનાબેન અને ભાનુબેન પટેલ, વેલપ્લેમાં હીના સંઘવી, નીનાબેન મહેતા, અકિલાબેન શેખ તેમજ સોળશણગારમાં હિનાબેન વોરા, પરવિનબેન આરબ તથા કાશ્મીરાબેન વિજેતા બન્યા હતા. આ ઉપરાંત ભરત નાટ્યમની બાળાઓએ વિવિધ નૃત્યો રજુ કર્યાં તેમજ ગુજરાતી સાડીનું મહત્વ દર્શાવવા ૮ થી ૧૨ વર્ષની બાળાઓએ ગુજરાતી સાડી પહેરી તાળીરાસ રજુ કર્યો હતો. તમામ બાળાઓને પુરસ્કૃત કરવામાં આવી હતી.

Author