છઠ્ઠીબારી મહિલા મંડળ ભુજ દ્ધારા 'મહિલાદિન'ની ઉજવણી

તા. ૨૧/૩/૨૦૧૫ના રોજ શ્રી ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી દ્ધારા ૮મી માર્ચ મહિલા દિન નિમિત્તે યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા, તેમજ શિશુવાટીકાના બાળકો માટે 'વાલીદિવસ'ની ઉજવણી કરાઇ.
કાર્યક્રમનો પ્રારંભ પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યની સંગીતમય પ્રાથના 'વૈષ્ણવજન'થી કરાયો. કાર્યક્રમના અધ્યક્ષાશ્રી પન્નાબેન ઠક્કરનું શાબ્દિક સ્વાગત શ્રી વીણાબેન મહેતાએ અને પુષ્પગુચ્છથી સ્વાગત શ્રી પુષ્પાબેન વૈદ્યએ કરેલ. નિબંધ સ્પર્ધામાં નાની-મોટી વયજૂથની ઘણી બહેનોએ ભાગ લીધો. જેમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને અધ્યક્ષશ્રીના હસ્તે ઈનામો અપાયા તેમજ ભાગલેનાર દરેકને પ્રોત્સાહન ઇનામો અપાયા. પ્રથમ વ્યાસ મનીષા, દ્ધિતીય શાહ માધવી અને તૃતીય પરમાર આરતી રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ સમાજસેવિકા ઉષાબેન ઠક્કરનું પુષ્પગુચ્છથી સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલે કર્યું હતું. સંસ્થાના વિવિધ પ્રવુતિઓની શાબ્દિક ઝાંખી ખજાનચીશ્રી જયશ્રીબેન ઠક્કરે આપેલ. પ્રાસંગિક પ્રવચન આપતાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યએ મોટી સંખ્યામાં બહેનો ભાગ લઈ પોતાની લેખનકળા વિકસાવે તેવી ભાવના વ્યક્ત કરી.
અધ્યક્ષા શ્રીપન્નાબેન ઠક્કરે સંસ્થાની વિવિધ પ્રવુતિઓ બિરદાવતાં જણાવ્યું કે મહિલાને, બાળકોને તેમજ યુવાવર્ગને પગભર કરતું ભુજની આ એકમાત્ર મહિલા મંડળ છે, તે ગૌરવની વાત છે. અતિથિ વિશેષ શ્રી ઉષાબેને સંસ્થા સાથેના સંસ્મરણો વાગોળતાં પોતાના દીકરાનું પ્રથમ ઘડતર આજ શિશુવાટિકમાં થયું છે તે ગર્વની વાત છે. બંને મહાનુભાવો દ્ધારા સંસ્થાને રોકડ સહાય આપવામાં આવી. વાલીગણમાંથી દરેક વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
મહિલાદિનની ઉજવણીનું સંચાલન કાશ્મીરાબેન ભટ્ટે કરેલ જ્યારે આભારવિધિ રેખાબેન વોરાએ કરેલ.
- કાશ્મીરા ડી. ભટ્ટ

Author