ભુજમાં શ્રી પ્રેમલતાબેન કે.રંગવાલા શિશુવાટિકાના બાળકોનો વાર્ષિક ઉત્સવ

શ્રી ભુજ મહિલા મંડળ છઠ્ઠીબારી સંચાલિત શ્રી પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુ વાટિકાનો વાર્ષિક ઉત્સવ એવોર્ડ વિજેતાશ્રી પ્રબોધભાઈ મુનવરના અધ્યક્ષ સ્થાને યોજાયો. મુખ્ય મહેમાન અને દાતાશ્રી અરૂણાબેન પરમાર અને મનીષાબેન ભુજંગી જેમનું ક્રમશ પુષ્પગુચ્છથી સ્વાગત પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધ અને ભાનુબેન પટેલે કર્યું હતું. જ્યારે શ્રી દિલીપભાઇ વૈધ નું પુષ્પગુચ્છથી સ્વાગત જયશ્રીબેન ઠક્કરે કર્યું હતું.

શરૂઆત પ્રાર્થનાથી થઈ ત્યાર બાદ શિશુવાટીકાના ભૂલકાઓ ઇકરા, નયાબ, હેમ, મયુર, લય, આસ્થા, ઉત્તમ, રિયા, દિયા, સૃષ્ટિ, સંકેત અને મહેરે પ્રાર્થના, બાલગીતોનો અભિનય, જોડકણા દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા. શ્રી પ્રબોધભાઈ મુનવરે સંસ્થાની પ્રવૃતિના વખાણ કર્યા અને દરેક બાળકને રોકડ ઇનામો તેમજ સંસ્થાને પણ રોકડ સહાય કરી હતી. દરેક બાળકને દાતા તરફથી શૈક્ષણિક સાધનો અને અલ્પાહાર આપવામાં આવ્યા.

આ પ્રસંગે રેખાબેન, ભાવનાબેન,હિનાબેન, હમીદાબેન, અકીલાબેન, જવનિકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇલાબેન, વનિતાબેન અને અવનીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આભારવિધી જયશ્રીબેન ઠક્કરે કરી હતી, જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન કશ્મીરા ડી. ભટ્ટે કર્યું હતું.

 

Author