ભુજમાં છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા યોજાયો સમર કેમ્પ

તાજેતરમાં શ્રી ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા બાળકો માટેનો ૫ દિવસના સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભુજના બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આજના ટીવી-મોબાઈલના યુગમાં વેકેશન પડતાં જ બાળકો ટીવીની સ્વીચ ચાલુ કરી આખો દિવસ બેસી રહે છે,જે બાળકને શારીરિક તેમજ માનસિક બન્ને રીતે નુકશાન કર્તા છે. વધુ પડતા ટીવી, મોબાઈલના ઉપયોગ સ્વાસ્થ્ય માસ્ટે હાનીકારક છે. તેમજ બાળકની મગજની સર્જનાત્મક અને વિચારાત્મક શક્તિ પણ ઝૂઝ-ઓછી થઇ જાય છે.

આ તકલીફમાંથી બાળક બહાર આવે અને પોતાની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરે તે હેતુ સહ ચાલેલા ૫ દિવસીય સમરકેમ્પમાં કાર્ડમેકિંગ, ફોટોફ્રેમ, વેસ્ટમાંથી બેસ્ટ ઉપરાંત મોબાઈલ સ્ટેન્ડ બનાવાયા હતા. દરેક બાળકે પોતાની આગવી કોઠાસુઝથી તેમાં પણ વિવિધતા બતાવેલ. આ ઉપરાંત પ્રાર્થના, યોગ, ધ્યાન, કસરત, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા  અને બૌધિક તેમજ શારીરિક રમતો રમાડાઇ હતી.

આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા મંડળના પ્રમુખશ્રી પુષ્પાબેન વૈધ, ઉપપ્રમુખ શ્રી ભાનુબેન પટેલ, ખજાનચી શ્રી જયશ્રીબેન ઠક્કર વગેરેએ મુલાકાત લઇ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમરકેમ્પ નું સફળ આયોજન અને સંચાલન મંત્રી શ્રી કાશ્મીરા ભટ્ટ તેમજ ધારા ભટ્ટે કર્યું હતું. અવનીબેન  વૈષ્ણવ, ઇલાબેન વૈષ્ણવે,  કાશ્મીરા ભટ્ટે કાર્યક્રમને સફળ બનવવા જહેમત ઉઠાવી હતી.

-કાશ્મીરા ભટ્ટ

Author