ભુજમાં છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

”સ્વરાજને સુરાજ"માં પલટાવવાના સુત્ર સાથે ભુજમાં છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિના ગીતોની સ્પર્ધા સહિત કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમ અધ્યક્ષ આકાશવાણી ભુજ કેન્દ્રના પુર્વ ડાયરેક્ટર શ્રી જયંતિભાઇ જોશીએ સંગીતને સાધના ગણાવતાં કહ્યું હતું કે, આ મંડળમાં સીવતા શીખવાય છે વેતરતાં નહિં. સંગીત અને નૃત્યની પ્રવૃતિઓ દ્વારા બહેનો અને બાળકોને  પગભર કરવા માટેના સ્તુત્ય પ્રયાસો આ મંડળ દ્વારા થાય છે. સ્વરાજને સુરાજમાં પલટાવીએ એ વિષય પર વીણાબેન મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. 

prajasattak1.jpg
અતિથિઓનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ પુષ્પાબેન વૈદ્યએ કર્યું હતું. કિશોર જોશી અને ગ્રુપ દ્વારા સુંદર પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. દેશભક્તિ ગીતોની સ્પર્ધા બે વિભાગમાં યોજાઇ હતી જેમાં 'અ' વિભાગમાં ક્રમશ જ્યોતિબેન રાણા, મનીષાબેન ભુડિયા, શીતલબેન ઠક્કર જ્યારે 'બ' વિભાગમાં હેમલતાબેન ગઢવી, કુસુમબેન ઓઝા, રંજનબેન શાહ પ્રથમ ત્રણ વિજેતાઓ જાહેર થયા હતા. વિજેતાઓને કાર્યક્રમ અધ્યક્ષ તેમજ અતિથિવિશેષશ્રી સરલાબેન જોષીના હસ્તે રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પુરસ્કાર ડો. નેહાબેન આચાર્ય તરફથી અપાયા હતા.
આ પ્રસંગે મહાલક્ષ્મીબેન ઠક્કર તરફ્થી સંસ્થાને ૧૧૦૦ રુપિયાનું અનુદાન મળતાં સંસ્થાના પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો. કેશીયો વર્ગના સંચાલક કેતનભાઇ ગોહિલે દેશભક્તિના ગીતની ધૂન વગાડી હતી. સંચાલન શ્રીમતિ જયશ્રીબેન ઠક્કરે જ્યારે આભારવિધિ ભાનુબેન પટેલે કરી હતી. ચેતનભાઇ, ખ્યાતિબેન, કમળાબેન, રેખાબેન, વૈશાલીબેન, ઇલાબેને સહયોગ આપ્યો હતો.

અહેવાલ : કાશ્મીરાબેન ભટ્ટ 

Author