ભુજ ના હુદયસમા વિસ્તાર છટ્ટીબારી મધ્યે આવેલ શ્રી ભુજ મહિલા મંડળ છટ્ટીબારી

છેલ્લાં ૭૫ વર્ષથી બહેનોના ઉત્કર્ષ માટે વિવિધ વર્ગો ચલાવે છે . આ સંસ્થા માં સીવણ વર્ગ , ભારત-ગુથના ,ભારતનાટ્યમ ,શાસ્ત્રી સંગીત ,ડ્રમ કલાસ જેવા વર્ગોનાં માધ્યમથી ગરીબ તેમજ દરેક વર્ગની બહેનો અને બાળકો નજીવી ચૂકવી પોતાનું કૌશલ્ય વધારે ખીલવે છે તેમજ ભવિષ્યમાં પોતે પગભર થઈ ગુજરાન ચલાવે છે .

સીવણ વર્ગ બે પ્રકારે શીખવવામાં આવે છે . અભણ કે ઓછું ભાગેલી બહેનો માટે પરીક્ષા વગર મેજ્સ્મપ થી શીખવાય છે . જે બહેનો સીવણના ટીચર તરીકે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તેમના માટે સર્ટિફિકેટ વાળો પરીક્ષાનો અભ્યાસક્રમ ચાલે છે . જેનાથી કોઈ શાળા કે સંસ્થામાં તે ટ્રેઈનર તરીકે જોડાઈ શકે છે . દર વર્ષે પરીક્ષામાં અમારા વર્ગનું પરિણામ ૧૦૦% જ રહ્યું છે . આ ઉપરાંત સવારના નાના-નાના ભૂલકાઓ માટે બાલમંદિર ચલાવાય છે . જેમ નાસ્તો પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે ॰

મંત્રી ,
કાશ્મીરા ડી . ભટ્ટ .

author1.jpg

AttachmentSize
Image icon chatthibari_mahila_manda_letter.jpg1.59 MB
Author