ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળના શિશુવાટીકામાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો

ભુજ છઠ્ઠીબારી મહિલા મંડળ સંચાલિત પ્રેમલતાબેન કે. રંગવાલા શિશુવાટિકાનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં પ્રમુખશ્રી પુષ્પાબેન વૈદ્યના અધ્યક્ષસ્થાને યોજાયો. મુખ્ય મહેમાનશ્રી અને ઇનામોના દાતાશ્રી દિલીપભાઇ વૈદ્ય બાળકોને ઇનામો આપ્યા હતા. મહેમાનશ્રીનું સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ કરેલ. જ્યારે શાબ્દિક સ્વાગત ખજાનચીશ્રી જયશ્રીબેન ઠક્કરે કરેલ. બાળકોએ પોતાની આગવી રીતથી દોડ, મ્યૂઝિકલચેર, ટોય કલેક્શન જેવી રમતો રમી. દરેક સ્પર્ધામાં ત્રણ વિજેતાઓને અતિથિશ્રી દિલીપભાઇ વૈદ્યના હસ્તે ઇનામો અપાયા. જેમાં અશ્વિ, ઇયાના, અક્ષા, દિયા, તીર્થા, અસરફ, અમન, રાજ, ખુશ અને દિયા વિજેતા રહ્યા હતા. બાળકોને પ્રોત્સાહિત કરવા રંજનબેન ઠક્કર તરફથી અલ્પાહાર આપવામાં આવ્યો. રમતગમતના કાર્યક્રમની કમાન વનિતાબેન સોલંકી અને અવનિબેને સંભાળી હતી. આ રમતોત્સવમાં શ્રી વિણાબેન મહેતા, કમળાબેન પરમાર, રેખાબેન વોરા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી કાશ્મીરાબેન ભટ્ટે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Author