"શા માટે ભુજ બોલે છે"

જ્યારે આપણે સાંભળીએ છીએ કે " ભુજ બોલે છે " ત્યારે મનમાં તરત જ એક સવાલ થાય છે કે ભુજ બોલે છે તો તેનો અવાજ ક્યાં છે ? તેના શબ્દો ક્યાં છે ? તો તેનો અવાજ આપણી જનતામાં જ છે. તેનો અવાજ અને શબ્દો આપણે જ છીએ અહી " ભુજ બોલે છે " માં ભુજને સજીવારોપણ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અને એ સજીવારોપણમાં આપણો જ સમાવેશ થાય છે.

આપના જીવનમાં જ્યારે કોઈ આનદ કે દુખ આવે ત્યારે તેને બીજાની સમક્ષ મૂકવા માટે આપણે શબ્દોની જરૂર પડે છે. તેમજ અહિયાં આપણા ભુજને પણ પોતાના દુખ અને આનંદ બીજા સમક્ષ મૂકવા માટે શબ્દોની જરૂર પડે છે, અને એ શબ્દો છે; ભુજની ગંદગી, કચરાના ઢગલાઓ, પાણીનો બગાડ, ખરાબ રસ્તાઓ, ગટરનો ઉભરાવ, અસમાજીક તત્વનો ઉપદ્રવ, ભ્રષ્ટાચાર નો ભોગ, કોમી રમખાણો, વગેરે આ બધીજ સમસ્યાઑ ભુજનું દુખ છે અને તેના દ્વારા જ તે પોતાનું દુખ બીજા સમક્ષ વ્યક્ત કરી રહ્યું છે.

જ્યારે કોઈના જીવનનમાં આનદનો અભાવ અને દુ:ખ આવે છે ત્યારે આપણે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ,અને તેને પોતાના સમજીને મદદ કરવી જોઈએ,અને થોડાક અંશે આપણે કરતાં પણ હોઈએ છીએ તોભુજ પણ આપણું પોતાનું જ છે અને આપણે તણા દુખ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આપણે બધા " ભુજ બોલે છે " દ્વારા ભુજની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને એક સારા કર્યા તરફ આગળ વધીએ.
ભુજની સમસ્યાઑને પોઈન્ટ આઉટ કરેલ છે, તો અમારાં અભિપ્રાઓ એ છે કે આપણે કોઈ પર આધાર ન રાખવો અને પોતાનો એક ગ્રૂપ બનાવીને કામ કરવું.
પ્લાસ્ટિક યુઝ
યુઝ ઓફ ડસ્ટબિન
પોલ્યુસ્ન ફ્રી ગ્રીન સિટી બાય પ્લાન્ટિંગ ટ્રીસ બીસાઈડ રોડસ

-- હેમાલી સોની 

Author

Contributors and sources for this content