ભુજ શહેરને "પ્લાસ્ટિક મુક્ત" બનાવવા તરફ ભુજ નગરપાલિકાની આવકારદાયક પહેલ !

ભુજ શહેર પ્લાસ્ટિક મુક્ત બને એ માટે અનેક પ્રકારે ઝુંબેશો શહેરમાં ચાલી રહી છે ત્યારે ભુજ નગરપાલિકાએ કાયદાના પાલન સાથે આવકારવાદાયક પહેલ હાથ ધરી છે. શહેરના જાહેર વિસ્તારો પ્લાસ્ટિક કચરાના કારણે ગંદા ન થાય, ગાયો પ્લાસ્ટિક ન ખાય, શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાય તેમજ આરોગ્યના પ્રશ્ને જોખમ ઉભાં ન થાય એ હેતુ સાથે ભુજ નગરપાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. "ધી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ ૧૯૬૩ની કલમ ૧૯૨" ધારાનું પાલન કરવા  નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશને જો સકારાત્મક અને હકારાત્મક રીતે અમલીકૃત કરવામાં આવે તો ખરેખર "પ્લાસ્ટિક મુક્ત" ભુજનું સ્વપ્ન સાકાર થશે. નગરપાલિકાએ આ રીતે સ્તુત્ય પગલું ભર્યું છે હવે આપણે સૌ નાગરિકો પણ આપણું નાગરિકત્વ આ પ્રયાસમાં જોડીએ અને કાયદાને અનુસરી પ્લાસ્ટિકનો બહિષ્કાર કરીએ. ભુજને રળિયામણું બનાવવાના આ પ્રકલ્પ બદલ નગરપાલિકાને અભિનંદન પાઠવવા ઘટે.

"ધી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ ૧૯૬૩ની કલમ ૧૯૨" ધારા મુજબનો આદેશ આ લેખ સાથે સામેલ છે.

AttachmentSize
PDF icon plastic_bann_order.pdf5.4 KB
Author
Bhuj Nagarpalika's picture